________________
કુંભારીયાજી નાખી અને તેને આઘીપાછી કરતે આજુબાજુથી માટીનાં ઢેફાં ઉખડ્યા તે દૂર કરી દેતાં નીચે કાંઈક નક્કર વસ્તુ હોય એમ માલૂમ પડ્યું. વધારે ખેદતાં અંદરથી સેના મહેરોને ભરેલે કળશ નીકળે તે ઘેર લઈ જઈ પોતાની માતા વીરમતીને આપે. વીરમતી ખુશી થઈ અને વિમળશાહને પરણાવવાનું નકકી કરી પાટણ વેવાઈ શ્રીદતને ખબર મોકલી. બંને બાજુ લગ્ન માટે તૈયારી થઈ અને વિમળશાહની જાન પાટણ આવી અને શ્રી જોડે વિમળશાહના ધામધુમથી લગ્ન થયા. જન પછી ગઈ. કેટલેક વખત માતા જોડે વિમળશાહે મોસાળમાં વખત વિતાવ્યો. બાદ બધાને સાથે લઈ તેણે પાટણ આવી નિવાસ કર્યો
શ્રી ધર્મઘોષસૂરિ આ સમયે શ્રી ધમષસૂરિ મહાન આચાર્ય હતા. તેઓ દેશે દેશ વિચરતા પિતાના સાધુ સમુદાય સાથે આબૂ પર્વતની તળેટીમાં ચંદ્રાવતી નગરીમાં આવ્યા. ગુજરાતના મસ્તકે આબુ પહાડને જોઈ આનંદ ઉપજો પણ આ વખતે તે પહાડ ઉપર જૈનોનું એક પણ જિનાલય ન હતું એટલે મનમાં કલાનિ પામ્યા. આ પવિત્ર સ્થળે તીર્થ થાય તે સારું તે મનસૂબો કરી શ્રી અંબાજી માતાજીનું ધ્યાન ધરી સ્મરણ કર્યું, તેથી શ્રી અંબિકા દેવી પ્રસન્ન થયાં. તેઓ પ્રત્યક્ષ થતાં ગુરૂએ કહ્યું કે-આબૂ
પર્વત ઉપર જૈનોનું તીર્થ થાય એવી મારી અભિલાષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com