________________
૧૦
કુંભારીયા
બાહ વધાર્યો. મેટાં સારાં મકાને બંધાવ્યાં. ઘેર હાથી ઘોડા રાખ્યા. પવિત્ર ઘર દેરાસર કરાવ્યું અને ત્યાં હંમેશા શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરવા લાગ્યા. તેને એક નિયમ હતું કે શ્રી જિનેશ્વર ભગવાન સિવાય બીજાને નમન કરવું નહીં, તેથી પિતાના હાથમાં શ્રી જિનેશ્વર ભગવાનની છબીવાળી વીંટી રાખતા અને રાજદરબારમાં જાય ત્યારે વીંટી સન્મુખ રાખી રાજા તરફ જોઈ નમન કરતે. આ વાત ખટપટી માણસેએ રાજાને કહી, તેમજ પાછલું લેણું કાઢી રાજાને તે વસુલ કરવા સમજાવ્યું. શ્રેષીઓના કહેવાથી રાજા ભંભેર અને વિમળશાહ પ્રત્યે શંકાની નજરથી જેવા માંડયું. વિમળશાહને આ બધી ખબર પડી. હવે આ રાજમાં રહેવું તેમને ઠીક લાગ્યું નહી તેથી પિતાનું ધન, હાથી, ઘોડા, ઘરદેરાસર વિગેરે લઈ શકાય તેટલું લઇ તેણે પાટણથી પ્રયાણ કર્યું. જતાં પહેલાં રાજા પાસે જઈ કહ્યું કે મારા દુશ્મનોએ ખટપટ કરી, તમને ભંભેરી, મને હેરાન કરવાના પ્રયત્ન કર્યો અને તે તમે સાચું માન્યું તેથી મારું ભાગ્ય અજમાવવા હું પાટણ છોડું છું પણ હવે કેઈના માટે આવી રીતે ભંભેરાશ નહીં એમ કહી ચાલી નીકળ્યા.
ચંદ્રાવતીમાં આ વખતે પરમાર રાજા રાજ કરતા હતે. વિમળશાહ માલવણ સુધી આવેલ છે અને હવે ચંદ્રાવતી આવવાના છે તેવા સમાચાર પરમાર રાજાએ જાણ્યા. વિમળશાહ સાથે હાથી, ઘોડાસ્વાર, પાયદળ વિગેરે પૂરતે લડાયક
૧. આ ચંદ્રાવતી નગરીનાં ખંડેર હાલમાં આબૂની તળેટીમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com