________________
કુંભારીયાજી ૧૨, ૧૩, ૧૪ મા સકાના લેખ છે તેમાં પણ કેઈક જગાએ આરાસાણ નગરનો ઉલ્લેખ કરે છે. ઘણા લેખમાં નગરનું નામ નથી. જે લેખો છે તે બધા ઉપરથી ચોક્કસ થાય છે કે અહીં આરાસાણ નામનું ભવ્ય નગર હતું અને પશ્ચિમ તરફ અંબાજી માતાજીનું સ્થાનક હતું.
વિમળશાહ વિમળશાહ પિરવાડ વાણી આ હતા. તેમના વડવા શ્રીમાલનગરમાં રહેતા. તેમાં નીન મંત્રી નામે કેટિવજ પુરુષ થયા. સંજોગવશાત તેમની સ્થિતિ નરમ થવાથી તે શ્રીમાળનગરથી ગુજરાતમાં ગાંભુ ગામે આવી વસ્યા ને પુરુષાર્થથી ધન મેળવ્યું.
સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ અણહીલપુર પાટણ વસાવ્યું અને તેને રાજધાનીનું શહેર બનાવ્યું. પાટણની પ્રખ્યાતિ સાંભળી નીન મંત્રી પાટણ આવીને રા, તેના વંશમાં લહિર નામે પુરુષ થયે. તે ઘણે
૧, પારવાડ વાણીયા શી રીતે થયા તે હકીક્ત વિમળપ્રબંધમાં વિસ્તારપૂર્વક જણાવી છે. આ પુસ્તકના છેવટના ભાગમાં વાણયાની ઉત્પત્તિની હકીક્ત ટૂંકમાં આપી છે.
૨. વિમળશાહ અને તેના વાવાઓની હકીક્ત, વિમળશાહની બધી હકીકત, વિમલપ્રબંધ, જે જૈન મુનિમહારાજ વાવણ્યસમય ગણિ મહારાજે સં. ૧૫૬૮ માં રચેલ છે તેમાં વિરતારથી આપી છે. તેમાંથી ટૂંકમાં અહીં જાણવા પૂરતે સારભાગ આપેલો છે. વિમળ મંત્રી સંબંધી રસિક ને સંપૂર્ણ ઇતિહાણ જાણવાના જિજ્ઞાસુએ • વિમલપ્રબંધ ” વાંચવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com