________________
કુંભારીયાજી
પ્રાચીન ઇતિહાસ ગુજરાતની ઉત્તરે આબૂ પર્વત ગુજરાતને મારવાડથી અલગ પાડે છે. તે આબૂ પર્વતથી દક્ષિણ પૂર્વ દિશામાં આરાસાણના પહાડ આવેલા છે. આબૂ પહાડથી દસ ગાઉ દૂર આરાસાસુના પહાડોની વચમાં પહેલાં આરાસાણ નામે નગર હતું. તેમાં અઢારે જાતિના લોકો વસતા હતા. આ નગર ચંદ્રાવતીના રાજાઓના તાબામાં હતું. ચંદ્રાવતી નગરી, આબૂ પહાડની તળેટીમાં હતી. ત્યાંના રાજાએ આરાસણ ઉપર હકુમત ચલાવતા હતા. આરાસાણ નગરની ચારે બાજુ નાના મોટા પહાડ આવેલ હતા. તે વનરાજીથી ભરપૂર હતા. અસંખ્ય જાતિની ઔષધિઓ તેમાં થતી હતી અને હાલ પણ થાય છે. આ પહાડોમાં ખનીજ ભરપૂર છે. નાની મોટી નદીઓ અને ઝરણાં ખળખળ વહે છે. ચોમાસાના દિવસમાં પર્વત ઉપર
જ્યારે વાદળાં જામે છે ત્યારે જાણે બરફ જામે હોય તે સુંદર દેખાવ નજરે પડે છે. હવાપાણ ઉત્તમ છે. આ આરાસાણ નગરની પશ્ચિમે પ્રખ્યાત શ્રી અંબાજી માતાનું દેવું છે. તે પ્રખ્યાત હોવાથી દેશવિદેશના ઘણ જાત્રાળુ ત્યાં જાત્રા કરવા આવે છે.
આરાસાણ નગર પાસે ટેકરીઓની વચમાં ખુલ્લું મેદાન છે. ત્યાં વડ, પીપળા, આંબા, ખાખરા, ખજુરી વગેરે વૃક્ષ પુષ્કળ છે. આ નગરને મુસલમાની વખતમાં વિ. સં. ૧૩૫૩ની સાલમાં અલ્લાઉદ્દીનના લશ્કરે ઉજજડ કર્યું અને વરતી સ્થળાંતર કરી જવાથી નગરને સ્થાને જંગલ જેવું થઈ ગયું. ત્યારપછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com