________________
૧૦
સ્વામીવાત્સય કે નકારશી જેવા પ્રસંગે ભેજનની વ્યવસ્થા કરવા માટે ઘણું અગવડ પડતી. ભાઈશ્રી રતિલાલના ખ્યાલમાં આ હકીકત આવતાં જ તેમણે શેઠ પિચીલાલના ટ્રસ્ટમાંથી એક વાડી ખરીદી લઈ તે શ્રી સંઘને અર્પણ કરેલ છે, જેને હાલ જનાદિમાં સુંદર ઉપગ થઈ રહ્યો છે.
ભાઈશ્રી રતિલાલ કેળવાયેલ અને સંસ્કારી છે. પ્રાંતીજ મ્યુનિસિપાલીટીના પ્રેસીડન્ટ તરીકે સેળ વર્ષ જેટલો લાંબો સમય લાગલગાટ કામ કરી તેઓએ પિતાની કુનેહ દર્શાવી આપી છે. ગ્રામસુધારણા તેમજ માનવ રાહતના કાર્યો તેમની કાર્યવાહીને આભારી છે. પ્રાંતીજ હાઈસ્કૂલના બીજાપણુમાં તેમને જ મુખ્ય હિસ્સો હતું. તેમાં સ્વર્ગસ્થ પિચીલાલભાઈના નામથી હેલ બંધાવી આપવામાં આવ્યું છે.
પ્રાંતીજ જેવા સ્થાનમાં આધુનિક ઢબનું પ્રસૂતિગૃહ નહતું અને તેથી કેટલીક વખત બહેને જોખમકારક સ્થિતિમાં આવી પડતી. તે વખતે તેમનું જીવન ફક્ત કુદરતની કુપા પર જ અવલંબતું. આ ખામી ભાઈશ્રી રતિલાલના ખ્યાલમાં આવી અને તેમણે પોતાની સારી રકમ ભરી અને પ્રયાસ શરૂ કરી મહામહેનતે એક મેટરનીટી હેમ (પ્રસૂતિગ્રહ) ઊભું કર્યું જેને આજે હજારો લોકો આશીર્વાદ આપી રહ્યા છે. આ ઉપયોગી કાર્ય ઉપરાંત હાઈસ્કૂલ તેમજ સાર્વજનિક બેડીંગ પણ તેઓશ્રીના પ્રયાસને આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com