________________
ક્ષ્મગ્રંથ-૪ કાળ પહેલાં આ ત્રણે કર્મની ઉદીરણા વિચ્છેદ થાય છે તેથી તે કાળથી પાંચમું નામ અને ગોત્ર એમ બે કર્મનું ઉદીરણા સ્થાન ગણાય છે : આ રીતે પાંચ ઉદીરણા સ્થાનો થાય છે.
૯. મૂળ કર્મનાં સત્તા સ્થાન - સત્તાસ્થાનો ત્રણ હોય છે. જ્યાં સુધી જીવોને સઘળાયે કર્મોની સત્તા હોય છે. ત્યાં સુધી પહેલું આઠ કર્યું સત્તાસ્થાન ગણાય છે. જ્યારે જીવો સત્તામાંથી મોહનીય કર્મનો નાશ કરશે ત્યારે મોહનીય કર્મ સિવાય બીજું સાત કર્મનું સત્તા સ્થાન ગણાય છે. અને જ્યારે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે કર્મનો સત્તામાંથી નાશ કરશે ત્યારે ત્રીજું ચાર અઘાતિ કર્મનું ચાર પ્રકૃતિનું સત્તા સ્થાન ગણાય છે.
૧૦. વેશ્યાનાં નામો - તેનાં છ ભેદ છે.
૧. કૃષ્ણલેશ્યા ૨. નીલલેશ્યા ૩. કાપોતલેશ્યા ૪. તેજોવેશ્યા ૫. પદ્મશ્યા ૬. શુકલેશ્યા.
૧૧. બંધ હેતઓનું વર્ણન – તેના મૂળ ભેદ ચાર અને ઉત્તર ભેદ સત્તાવન હોય છે.
મૂળભેદ – ૧. મિથ્યાત્વ ૨. અવિરતિ ૩. કષાય ૪. યોગ
૧. મિથ્યાત્વનાં પાંચ ભેદ - ૧. અભિગ્રહિક ૨. અનઅભિગ્રહિક ૩. અભિનિવેષિક ૪. સાંશયિક ૫. અનાભોગિક.
૨. અવિરતિનાં બાર ભેદ – ૧. સ્પર્શન ૨. રસન ૩. ઘાણ ૪. ચક્ષુ ૫. શ્રોત. આ પાંચ ઈન્દ્રિયોનાં અનુકૂળ વિષયોમાં ઈન્દ્રિયોને જોડવી અને પ્રતિકૂળ વિષયોથી ઈન્દ્રિયોને પાછી ખસેડવી તે પાંચ પ્રકારની અવિરતિ કહેવાય છે અને તે દરેકમાં મનને જોડવું તે છઠ્ઠી અવિરતિ. તેને માટે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ છ કાયનો વધ કરવો તે છ પ્રકારની અવિરતિ. એમ કુલ બાર ભેદ થાય છે.
૩. કષાયનાં પચ્ચીશ ભેદ – ૧ થી ૪ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. ૫ થી ૮ અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૯ થી ૧૨ પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ. ૧૩ થી ૧૬ સંજવલન ક્રોધ, માન, માયા, લોભ. ૧૭. હાસ્ય, ૧૮. રતિ, ૧૯. અરતિ, ૨૦. શોક,