Book Title: Jeev Vichar
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 10
________________ રુચિ પ્રગટે.આથી આત્માની પૂર્ણતાના વિકાસમાં સમદર્શન ગુણ મહત્વનો છે. તે માટે તત્વાર્થીને સન્ રનમાં જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરવી રુચિ કરવી તે સમ્યગદર્શન છે. जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं ॥ (નવતત્વ) જે જીવો જીવાદિ નવ તત્ત્વોની રુચિ કરે છે તેમાં અવશ્ય સમ્યકત્વ છે પણ જે જીવો મંદ ક્ષયોપશમના કારણે વિશેષથી જાણતા નથી પણ ભાવથી નવ તત્ત્વની શ્રદ્ધા કરે છે તે જીવોમાં પણ સમ્યકત્વ છે. સમકિતના ૬૭ બોલમાં પ્રથમ સહણા = પરમાર્થ સંતવ છે. | સર્વજ્ઞ કથિત પરમ અર્થ તત્ત્વનો પરિચય કરવો, જીવતત્ત્વને પૂર્ણ સ્વરૂપે જાણવું, રુચિપૂર્વક શ્રદ્ધાથી સ્વીકારવું અને તે પ્રમાણે પરિણમવુંઅર્થાત્ સર્વ જીવોને સ્વ તરફથી પીડા ન આપવારૂપ પ્રવર્તવું. | સર્વ સંગથી રહિત સંપૂર્ણ સ્વતંત્ર અવસ્થારૂપ અને સર્વ પીડાથી રહિત અવ્યાબાધ રૂ૫ આત્માની સિદ્ધાવસ્થા પ્રગટાવવા માટે સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માએ દેશના રૂપે અહિંસા પરમો ધર્મ રૂપ મોક્ષ માર્ગનો વિસ્તાર આચારગાદિ દ્વાદશ આગમમાં ફરમાવ્યો છે. તેમાં પ્રથમ આગમ આચારાંગનું પ્રથમ અધ્યયન ષજીવ નિકાય છે. હાલમાં દશવૈકાલિક આગમમાં ત્રસ–સ્થાવર, સૂથમ–બાદર રૂપ છ કાય જીવોનું જ્ઞાન સાધુને પરિણમન પામે, જીવદયાના પરિણામ પ્રગટે પછી જ તેને ચારિત્રના આરોપ સ્વરૂપ પાંચ મહાવ્રતો – છઠ્ઠ ત્રિભોજન વિરમણ વ્રત ઉચ્ચરાવવામાં આવે છે. આથી સાધુ-શ્રાવકધર્મની આરાધનામાંષજીવ નિકાયના સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વકની રુચિ અત્યંત આવશ્યક છે. - જીવોનું વિસ્તારથી સ્વરૂપ આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, પન્નવણાદિ આગમોમાં છે. જીવવિચાર // ૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 328