Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 9
________________ ર રસના રૂપાંતર તરીકે બતાવવામાં આવે તો તે કવિના પ્રયત્નમાં વધારે શોભા અને સફળતા રહેલી છે. આ લઘુ કાવ્ય તેવા પ્રયત્નવાળું હોવાથી સહ્રદય જનોને અતિપ્રિયકર અને રૂચિકર થાય તેવું છે. કાવ્યનો ઉચ્ચ વિષય પ્રેમ અથવા શાન ગણાય છે. તેને અંગે તેમાં વિશ્વલીલા અને જન સ્વભાવનું દૃષ્ટાંતરૂપ અસરકારક વર્ણન આવે છે. તેવું કાવ્યત્વ આ લઘુ લેખમાં પૂર્ણ રીતે પ્રકાશી નીકળે છે. આ લેખની રચના એકજ છંદમાં યોજેલી છે, છતાં પણ તેની ભાષા તથા રચના એકંદરે સરસ, પ્રૌઢ અને સંસ્કારવાળી છે. આ ચરિત્રના નાયક શ્રી જંબૂસ્વામી આર્હત્ ધર્મવીરોમાં પ્રખ્યાત છે. તે મહાનુભાવના જીવનવૃત્તનો આશ્રય મળવાથી જ આ લેખની યોજના વિશેષ રમણીય અને રસિકબની છે, બાહ્ય પદાર્થ અને મનનો સંબંધ તથા ત′વિકાર એ વસ્તુનું સંપુર્ણ વિવેચન, સમાધિરૂપી મેઘઘટાનો નાશ કરનાર અસ્થિરતા, આત્મભિન્ને પદાર્થોમાં આત્મીય બુદ્ધિ ઉત્પન્ન કરનાર મોહનીય કર્મની વિચિત્રતા, અને રાગ દ્વેષના બંધનું અનુપમ સામર્થ્ય-ઈત્યાદિ સૂચનવાલા અધ્યાત્મના વિષયના સ્વરૂપથી ગર્ભિત એવું આ જીવનવૃત્ત ઘણું ગંભીર અને સર્વને મનન કરવા યોગ્ય છે. 福 આ ચારિત્ર્યના નાયકના પૂર્વ ભવને પ્રસંગે મગધ દેશનું અને નાયકની જન્મ ભૂમિ સુગ્રામ નામના ગામનું વર્ણન સંક્ષિપ્ત છતાં રસાલંકારવાનું ઉપસ્થિત કર્યું છે. સુગ્રામવાસી આર્યકના પુત્ર ભવદત્ત અને ભવદેવના વૃત્તાંતમાં સુસ્થિત નામના આચાર્યની પાસે ભવદત્તની દીક્ષા અને તેણે કરેલ મુનિના ઊપહાસ્યનો પ્રસંગ ઘણો રસિક આપેલો છે. બંધુપ્રેમી ભવદત્તે કરેલી પોતાના બંધુ ભવદેવને મહાવ્રતી બનાવવાની પ્રતિજ્ઞા અને તેનું સ્વગૃહ પ્રત્યે આગમન એ પ્રસંગે ગૃÇસ્થાવાસનો જે મોહક ચિતાર । આપેલો છે, તે અપૂર્વ છે. વિવાહના મોહજનક બનાવામાંથી ભવદેવનો આત્મસાક ઊદ્ધાર કરવામાં ભવદત્તનું વાક્ચાતુર્ય અને ભવદેવના હૃદયમાં વિરકત ભાવની જાગ્રતિ થવાનો પ્રસંગ લેખકે બુદ્ધિના અદ્ભુત પ્રભાવથી વર્ણન કર્યો છે. છેવટે ભવદત્તના સ્વર્ગવાસથી ભવદેવ પૂર્વના પુણ્યના અલ્પબલથીપાછો મોહવશ થઈ પોતાની સી નાગિલા પાસે આવે છે તે વખતે સુબોધવતી નાગિલાએ આપેલ અસરકારક ઊપદેશ ઘણો મનન કરવા યોગ્ય છે. પ્રતિબુદ્ધ પત્નીના યોગથી પતિનું જીવન કેવી ઉચ્ચ દશામાં આવે છે, એ વાત ભવદેવ અને નાગિલાના વૃત્તાંત ઉપરથી સિદ્ધ કરી બતાવી છે. શુદ્ધ ચાસ્ત્રિ ધર્મ આરાધી સ્વર્ગે ગયેલો ભવદત્ત પુલ નામના વિજયમાં આવેલા વિશ્વપ્રિય દેશની પુંડરીકની નગરીમાં સાગરદત્ત રૂપે એક રાજકુમાર થઈ અવતરે છે. યુવાવસ્થામાં આવેલા તે સાગરદત્તને ચડી આવેલા મેઘ મંડળના અવલોકનથી

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90