________________
'ચિંતામાણી, જૈનકુમાર સંભવ મહાકાવ્ય અને વિચરિત્ર વગેરે કેટલાએક લેખો ઊપલબ્ધ થયેલા છે. તેમના ચમત્કૃતિ ભરેલા કાવ્યોથી પ્રસન્ન થઈ ભારતવર્ષના અગ્રણી વિદ્વાનો તેમને બહુમાન આપતા હતા.
આ જંબૂસ્વામી ચરિત્રનો લેખતે મહાનુભાવે સ્તંભતીર્થ (ખંભાત) માં રહીને લેખેલો હતો. આ બંધુ કૃતિમાં તેમની પ્રતિભા શક્તિ તથા ચિત્ર પાડવાની અદભુત કલા ખરેખર અપ્રતિમ દેખાઈ આવે છે. લેખમાં સમાયેલી રસશતા ઘણી જ ઊંચા પ્રકારની છે. તે ઉપરથી નિશ્ચય થાય છે, કે તે મહાત્માપર ખરેખર સરસ્વતીની કૃપા હોવી જોઈએ. અને એ કપાથી તેમને પ્રાપ્ત થયેલ કવિ ચકવર્તીનું પદ સર્વ રીતે સુઘટિત છે.
ધર્મ વિઘા, રસશતા, સુશીલતા, કોમલતા, મહત્તા અને શાલીનતા વગેરે ઉચ્ચ ગુણોને પોષણ કરનારા આવા જૈન ચરિતાનુયોગના લેખો જૈન વર્ગ સમક્ષ સારા અનુવાદરૂપે મુકવામાં આવે તો તેથી મહાન લાભ થયા વિના રહે નહીં. એવી ઈચ્છાથી આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને આવું ઊત્તમ પુસ્તકરૂપ અમુલ્ય રત્ન શ્રીઆત્માનંદપ્રકાશના કુતજ્ઞ ગ્રાહકોને લાભ આપવા અમો આનંદ પુર્વક બદ્ધ પરિકર થયા છીએ. સર્વ ગ્રાહક વર્ગ આનંદ પુર્વક આ ઊપહારને વધીવી લેશે તો અમે અમારા શ્રમની સફળતા માની પરમ સંતોષ પામીશું.
તત્વના બલથી ગૌરવંતાને પામેલી આ સંસ્થા અને તેને અંગે વિશાળ પ્રખ્યાતિ પામેલું આ આત્માનંદ પ્રકાશ માસિક પ્રતિ વર્ષે પોતાના કદરદાન ગ્રાહકોને નવીન નવીન અતિ ઉપયોગી અને સુંદર ગ્રંથો મોટો ખર્ચ કરી ઉપહાર કરે છે-ભેટ આપે છે, તે જ મુજબ આ અગીયારમા વર્ષની ભેટ તરીકે આ ઉતમ લેખની યોજના કરવામાં આવી છે અને તેના આંતર અને બાહ્ય સ્વરૂપની સુંદરતા કરવામાં ઉદારતાથી દ્રવ્યનો વ્યય કરવામાં આવ્યો છે.
સદરહું ગ્રંથનું ભાષાંતર બને તેટલી રીતે શુદ્ધ અને સરલ કરવામાં આવ્યું છે, અને શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં પ્રમાદક દષ્ટિ દોષને લઈને કોઈ સ્થળે કોઈ જાતની સ્કૂલના થઈ હોય તો તે અમે મિથ્યાત પૂર્વક ક્ષમા વાચીએ છીએ.
શ્રાવણ શુકલ તૃતીયા. શ્રી જૈન આત્માનંદ સભા. સંવત ૧૯૭૦ આત્માનંદ ભવન.
| ભાવનગર,