________________
શ્રી બૂસ્વામી ચરિત્ર મને આ સંસાર સાગરમાં નાંખવાની ઈચ્છા રાખે છે. વળી આ બાલા રયાથી ત્રણવાર મસ્તક ઉપર સ્પર્શ કરવાને આચાર કરે છે, પરંતુ તે આચારને બાને મારા લલાટમાં વિધિએ સ્વહસ્તે લખેલા દીક્ષાના અક્ષરને ભુંસી નાંખવા ઈચ્છતી હોય, તેવી દેખાય છે. જ્યારે હાથમાં ધશરૂ, રવૈયે અને મુશળ લઈ તેણી પુખવા લાગી ત્યારે શમતારસિક વરરાજાએ વિચાર્યું કે “આ તેિજ કામદેવને સુભટ થઈ આવી લાગે છે પછી તે વનિતાએ વરરાજાને ગળામાં બુર નાંખી ખેંચ્યા ત્યારે તેણે માન્યું કે, “આ સ્ત્રી મને ગળે ફાંસે દઈ અચેતન કરી કામદેવ રૂપી શત્રુને અર્પણ કરવા ઈચ્છતી હોય, તેમ દેખાય છે. આ પ્રમાણે વરરાજા પંખાયા પછી કષાય સહિત મેહના સં.
પુટની જેમ અગ્નિ સહિત મૃમય પાત્રના જબ કુમારને સંપુટને ભેદી માતાઓને છેલ્લું નમન કરવા લગ્નવિધિ. ઈચ્છાતા હોય, તેમ માતૃગૃહમાં પશી ગયા.
- ત્યાં ત્રણ લોકને સાધારણ એવા વિધિના નિ. મણિને ન ઘટે તેવા અદ્દભુત રૂપ વાળી સનાન અને વિલેપનથી વિ. ભૂષિત દેહવાળી, ઘણું રૂપને ધારણ કરી અને સખીઓથી વીંટાએલી આઠ કન્યાએ પ્રથમ હાજર રાખેલી તેને જોવામાં આવી તે જોતાંજ જ “ કુમારે વિચાર્યું કે, “આ કન્યાઓ જાણે મારા આઠ. કર્મની ભેદ સહિત મૂર્તિમાન પ્રકૃતિએ હોય તેવી દેખાય છે. અવસ૨ મળતાં તે વધૂઓ પિતાના નેત્ર-કટાક્ષ રૂપી બાણોને ગુપ્ત રીતે વષવવા લાગી તે જોઈ “આ બાળાઓ છે, છતાં કામદેવના સૈન્યમાં ભળી મારી સાથે યુદ્ધ કરે છે, ” એમ જાણે વરરાજાને હસવું આ વ્યું. કેઈ યુવતિએ આવી તેમના હાથમાં લેપ કરી મદન ફળ-મીઢળ બાંધ્યું, ત્યારે વરરાજાએ, “આ યુવતિ કોઈ પણ રીતે મારા મનને બાંધી શકવાની નથી એમ વિચારી તેને અટકાવી નહીં. હસ્ત મેળાપને સમય થયે એટલે પરેહિતના કહેવાથી વરરાજાએ પિતાના કરથી વધૂઓના કરનું ગ્રહણ કર્યું. તે વખતે જાણે તે દયાળુ વ. રરાજા મેહ પંકમાં મગ્ન થયેલી તે બાળાઓને તેમાંથી ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય તેમ દેખાવા લાગ્યા. અથવા “જે આ બાળાઓ
૧ હવે ફરીવાર તેઓ માતાને નમન કરવાના નથી. કારણકે તેઓ મોક્ષે
-
-