Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 88
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર હું ૧દુતિના ભયથી રત્નાકર જેવા આપના શરણે આવ્યો છું. તેથી હે વિભુ, મને ચિંતામણિ જેવું ચરિત્ર આપવાને આપ પ્રસન્ન થાઓ. શ્રી જિનમતરૂપી સરેવરમાં રહેલા સિદ્ધાંતરૂપી રસ ભરિત અમૃતનું તૃષ્ણાથી પાન કરતાં એવા મારા આ સંસારજનિત તાપને આપના ચરણની છાયા છેદી નાંખે-પૂવે જે મુક્તાભરણ-મોતીઓના આબપણવાલા, વિકચાનન–પ્રફુલ્લિત મુખવાળા અને કૃતાર્થરસ–અર્થ ધનના રસને સાંભળનારા હતા, તે અત્યારે મુક્તાભરણ–આભૂષણને છેડનારા, વિદ્યાનનોચયો કેશરહિત મુખવાળા અને શ્રુતાર્થરસઆગમના અર્થને રસ જાણનારા એવા જંબૂકુમારને હદયમાં હર્ષ ધરતાં એવા ગુરૂએ તત્કાલ દીક્ષા આપો. તે સમયે પિતાને શમરાજ્યની પ્રાપ્તિ થવામાં કારણરૂપ એવા પિતાના પુત્ર જંબૂ કુમારની માતાપિતાએ આ પ્રમાણે પ્રશંસા કરી, “પ્રાયે કરીને પુત્ર જીવતા માતાપિતાના અભક્ત હોય છે, અને મરી ગયા પછી ભક્ત હોય છે, પરંતુ આ જ બૂ કુમાર પુત્ર તે અમારે જીવતાં જ ભક્ત થયે હતે. જબૂ કુમારના સસરાઓએ આ પ્રમાણે પ્રશંસા કરી. “પ્રાય કરોને જમાઈ સસરાના કુલની લહમીરૂપી સરિસ્વા તેને શેષનારે ગ્રીષ્મ ઋતુ હોય છે, પરંતુ આ જ બૂ કુમાર જમાઈએ તે અમને ઊલટે શમતાને નિધિ આપે છે. જંબૂ કુમારની પત્નીએએ હર્ષથી જણાવ્યું કે ભર્તા આભૂષણોના ભારથી પોતાની ભાર્યાને આ ભવસમુદ્રમાં ડુબાવી દે છે, પરંતુ અમારા પતિ જ બૂકુમારે તે અમને આ ભવસમુદ્ર તરાવી દીધું છે.” તે પછી સાયંકાલે દીપકની કાંતિની જેમ, મેઘની વૃષ્ટિમાં સરિ. તાના પ્રવાહની જેમ અને ઊત્તમ ભૂમિમાં વૃક્ષના અંકુરની જેમ મહાત્મા જ બૂકુમારમાં તત્કાલ સવેગ પ્રગટ થઈ આ કામદેવના સંગી મેહરાજને તેણે સર્વથા દબા, એ ઘટે છે. કારણ કે, ગુરૂના પ્રસાદથી તેઓ દ્વાદશાંગમાં બળવાળા થઈ ગયા હતા. ચૌદ રત્નોના જેવા ચાદ પૂર્વોથી અને નવ નિધિ જેવા નવ તોથી યુક્ત થયેલા ૧ દુર્ગતિ એટલે નઠારી ગતિ અને દરિદ્ર

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90