Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 87
________________ જ - શ્રી અંબૂસ્વામી ચરિત્ર નારા એવા મને મંગળ થાઓ, એવી તેણે ધારણા કરી હોય તેમ દેખાતું હતું. તે પછી “સર્વને લક્ષ્મી છેડી દે છે અને હું લક્ષ્મીને બળાત્કારે છોડી દઉં છું” એમ ધારી તે દાનવીર જબૂ કુમારે પિતાનું સર્વ ધન નવક્ષેત્રમાં ખચી નાંખ્યું. ત્યારબાદ તે શિવરૂપી પ્રસાદ ઉપર ચડવાને દાદર હોય તેવી શિબિકા ઉપર આરૂઢ થયે એટલે તત્કાલ તેના માતાપિતા અને શ્વસુરવર્ગ એક હૃદયવાળ થઈ તેને વીંટાઈ વલ્યા. જાણે મૂર્તિમાન ચારિત્ર હોય તેવા તે જંબૂ કુમારને વામ ભાગે તેની આઠ પત્નીઓ વાહનપર બેશી ચાલવા લાગી. તે જાણે પ્રવચનની આઠ માતાએ હય, તેવી તે શોભતી હતી. તેની ઉપર સુવર્ણમય દંડવાળા છેત્રે ધરવામાં આવ્યા, તે જાણે તે છત્રના મિષથી કામદેવને જીતવાથી તેને અનુસરનાર મેઘે ભય પામીને વિદ્યુત સાથે જંબૂ કુમારને સેવતા હોય, તેમ દેખાતા હતા. તેમની આગળ થતાં નાટકના તથા ઊંચી જાતના ઢોલના ધ્વનિએથી દિશા ના પ્રાંત ભાગ બેહેરા થઈ જતા હતા. આ પ્રમાણે અનાદર નામના ઇંદ્ર અંબૂ કુમારનો નિષ્ક્રમણ મહત્સવ કર્યો હતે. અમે જુના માણસે એ પુરાણ વગેરેમાં પણ કેઈ ઠેકાણે આવું સાંભળ્યું નથી,” એમ બોલતા એવા નગરજનેની વાણી જેઓ સાંભળતા હતા અને જેણે કરેલા કામદેવના વિજયનું વર્ણન બંદિજન કરતા હતા, એવા જંબૂ કુમાર યાચકે ઉપર સુવર્ણની વૃષ્ટિ કરતા અને નગરની નારીઓના આશીર્વાદ સાંભળતા જ્યાં સુધર્મા ગુરૂ રહેતા હતા, તે વનમાં આવી પહોંચ્યા. ત્રણ જગતમાં વિલક્ષણ એવું જંબૂ કુમારનું વનવયનું આ ચરિત્ર જોઈ જાણે વિરમય પામ્યા હોય તેમ પવને હલાવેલા તે ઊઘાનના વૃક્ષે પિતાના મસ્તકને ઘુણાવતા હતા. પિતપિતાના માલામાં બેઠેલા પક્ષીઓ પણ જાણે જંબૂ કુમારના ચરિત્રની મનમાં ભાવના કરતા હોય તેમ મન ધારણ કરી તેમને પ્રીતિથી વિલેકતા હતા. વનમાં આવી પહોંચ્યા પછી જાણે વ્રત લેવામાં વિલંબ થવાથી લય પામ્યા હોય તેમ તત્કાળ પરિવાર સહિત શિબિકામાંથી નીચે તર્યા અને ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી આ પ્રમાણે બોલ્યા “ભગવન,

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90