Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 61
________________ શ્રી જબરવામી ચરિત્ર જેથી પિતાની સ્ત્રીને કહ્યું કે હે પ્રિયા, આ જલ જાંબવાનું વૃક્ષ છે. તાના મહિમાથી પશુને મનુષ્યપણું આપે છે. તે તે મનુષ્યને દેવપણું પણ આપે, એમ હું માનું છું. માટે આપણું બને તે ઉપરથી પાછા જળમાં પડીને દેવતા બનીએ, કારણકે, દેવતાઓને જે વેચ્છા સુખ મળે છે. તે મનુષ્યને મળતું નથી.” સ્ત્રીએ ઉત્તર આપે. “સ્વામિનાથ હવે વધારે લાભ કરે નહીં. આ મનુષ્યપણામાં આપણને શી ન્યૂનતા છે?” આ પ્રમાણે કહી સ્ત્રીએ તેને વાર્યો, તથાપિ “તું બહી. કણ હદયવાળી છે એમ કહી તેની અવગણના કરી તે પુરૂષે જલમાં પાપાત કર્યો. તે વખતે તેજ વૃક્ષથી પાછે તે વાનર બની ગયે. આ દુઃખથી પાછે તે ફરીવાર પડે તે પણ તે પુનઃ પુરૂષ થયે નહીં. તે પછી તેણે પોતાની સ્ત્રીને મનુષ્યપણાથી છુટી પુનઃ વાનરી થવાને ઘણી ખુશામત કરી તે પણ તેણીએ તેમ કરવું કબુલ કર્યું નહીં. જાતિવંત મણિ હાથ આવ્યા પછી તેને કેણ છેડી દે? એક વખતે તે વાનરની કામદેવના વિરહવાળી રતિની જેમ ગંગાના તીર ઉપર રમતી હતી, તેણીને હસ્તિનાપુરના રાજાના પુરૂષ પકડી ગયા, અને તેણીને રાજાને સેંપી દીધી. જગતની સર્વ સુંદરીઓનું લાવણય જાણે પિંડિત થયું હોય, સર્વ સંદર્યને સાર જાણે સંચિત કર્યો હોય, તેવી તે સુંદર સ્ત્રીને રાજાએ પિતાના અંતઃપુરની અધીશ્વરી બનાવી દીધી. પેલા વાનરને કઈ મદારીએ પકડ અને તેને એવી નૃત્યકળા શીખવી કે, તે નૃત્યકળા જોઈ લેકે તે મદારીને ઘણું દ્રવ્ય આપવા લાગ્યા. તે મદારી ફરતે ફરતે તે વાનર સાથે હસ્તિનાપુરમાં આવી ચડયે. વાનરના નૃત્યથી નગરના ધનાઢ્ય લેકેને વિરમય પમાડને તે મારી અનુક્રમે રાજાની સભામાં જઈ પિહોંચે. ત્યાં મદારોએ વાનરને નચાવા માંડે. તે પણ નઠારા નટની જેમ તે વાનર ના નહીં. રાજાની સાથે એક આસન ઉપર બેઠેલી તે રાણીને જોઈ વાનરે રૂદન કરવા માંડ્યું. રણભૂમિમાં ઘેડે હઠ પકડતાં જે સુભટને ખેદ થાય, તેવે ખેદ રાજસભામાં વાનર પ્રતિકૂળ થતાં મહારીને થઈ પડશે. આ વખતે તે વાનર પિતાને પતિ છે એમ જાણું રાણી આ પ્રમાણે એલી. “હે વાનર, જે કાળ હોય તે પ્રમાણે વર્તવું જોઇએ. વધારે લોભ કરી પેલા જલજાંબવાના ઝાડ ઉપરથી

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90