Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 46
________________ થી જંબુસ્વામી ચરિત્ર ૩૩ નારે વિવાહ મહોત્સવ નિવૃત્ત થઈ ગયે, એમ માનીને જાણે હર્ષ પામતા હોય તેમ જબ્રકુમાર માતાપિતાએ નચાવેલા વિશેષ નૃત્ય કરવા લાગ્યા. તે પછી સિંહ જેમ પાંજરામાં પેશે તેમ જેમાં અગુરૂને ધૂપ પ્રજવલિત થયેલ છે અને આ ભૂષણેના તેજથી જેનું અંધકાર દૂર થઈ ગયું છે એવા વાસગ્રહમાં જંબૂ કુમારે વધૂઓની સાથે પ્રવેશ કર્યો. તે વાસગ્રહમાં પણ કપટ રહિત કુમાર પદ્માસન રૂપી યંત્રથી કામદેવને જર્જરિત કરો “જાગતા માણસને ભય નથી' એમ ધારને સમાધિમાં લીન થઈ જાગતે રહો. આ સમયે હાસ્ય કરવામાં ચતુર એવી સખીઓએ વધૂઓને કહ્યું કે, “સમતામાં મગ્ન થયેલી આ તમારા સ્વામીની દષ્ટિ જુઓ તે ઉપર થી તમે બધી હારી ગઈ લાગે છે. કલ્યાણની રંગ ભૂમિરૂપ આ તમારા સ્વામી આજે સૂતા નથી, અને આપણું સાથે કાંઈ પણ નર્મ ગણી કરતા નથી. તેઓ કાંઈ પણ અલક્ષ્ય-અલખનું ઇયાન કરી રહ્યા છે, એમ દેખાય છે.” હે સખીઓ, એમ બેલ નહીં, અમારા આ પ્રિય પતિ ધ્યાન ધરતા નથી પણ આ આઠ વધૂઓમાં હું કઈવધૂને માનીતી કરું એમ તે ચિંતવે છે. વળી આ અમારા સ્વામી ધીર પુરૂષામાં અગ્રેસર છે. તે તેઓ કટુ પરિણામવાળા કામદેવના સંકટમાં પડેલી અમે આઠ અબલાઓને છેડી કેમ ચાલ્યા જશે? આ વાતતે અમે પ્રિય પતિની ભક્તિથી જણાવી છે. પરંતુ બીજી રીતે પણ તેમનાથી નાશી જવાય તેમ નથી. કારણકે, યુવતિઓથી કયે પુરૂષોભ પામતે નથી? સ્ત્રીઓ પાસે દેવતાઓ પણ દાસ થઈને રહે છે તે પછી મનુષ્યની શીવાત કરવી ! જો આ સ્વામી અમારી તરફ દષ્ટિ કરે તે પછી અમે તેની ચેગ શક્તિ કેટલી છે, તે જાણી લઈએ” વધૂઓએ આક્ષેપ કરી સખીઓને આપ્રમાણે કહ્યું, વધઓના આ વચને સાંભળી જ બકુમાર જાણે અપમાનિત થયા હોય તેમ વીર થઈ વધારે સાવધાન થઈ ગયા. તત્કાળ તેમણે તે સુંદરીઓના શરીર ઉપર દૃષ્ટિ નાંખી. પછી તેમણે વિરક્ત બુદ્ધિથી તેમના સાંદર્યને મદ દર કરવા માટે કેશપાશથી માંડીને અનુક્રમે નીચે પ્રમાણે ભાવના કરવા માંડી.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90