Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 58
________________ થી ખૂવામાં ચરિત્ર સગાવાહાલાઓને મળવાની ઈચ્છાથી તે માળવા દેવામાં આવેલા પૂરણ નામના એક ગામમાં ગયે. ત્યાં તેના સગાઓએ તેને ઘી, ખાંડ સાથે ઘઊંના માંડાનું મધુર ભજન કરાવ્યું. તે જમીને તૃપ્ત થયેલે તે કણબી જેમાં હલકા ખેરાથી હંમેશા પેટ બાળવામાં આવે છે, એવા પિતાના શુદ્ર દેશને ગાળ આપવા લાગ્યું. પિતાના પેટ ઉપર હાથ ફેરવી તેણે સ્વજનને કહ્યું, “અરે બંધુઓ, તમને ધન્ય છે કે જે તમે અમૃત સને પણ નીચુ કરી દે એવું આવું સ્વાદિષ્ટ ભેજન હંમેશા મેળવે છે, આવા ભેજનના બીજ મને આપે તે હું એ બીજ મારા દેશમાં ફેલાવું.” તેની આવી માંગણી ઉપરથી તે લોકોએ તે કણબીને શેલડી અને ગેધૂમના બીજ આપ્યા અને આદરપૂર્વક શેરડીના ક્ષેત્રની તથા તેને પીલવાના કામની રીતિ તેને સમજાવી. આથી મનમાં પિતાની દુરાશાના તરગાને ઉછાળતે તે કણબી હર્ષ પામતે પિતાને ગામ આવ્યું. લેકેએ અને તેના પુત્રએ તેને ઘણુએ વાર્યો, તે પણ માંડાને રસ ખાવાની લોલુપતાથી તેણે અપરાધીની જેમ પોતાના ક્ષેત્રમાં લગભગ તૈયાર થઈ ગયેલા ધાન્યને લણી નાંખ્યું. પછી પિતાની પાસે પહેલાનું જે દ્રવ્ય હતું, તે ખચી તે સ્થૂળ જમીનમાં એક દાવા માંડયે. ઘણું ઉંડું ખેદતાં પણ તેમાંથી પાણી નીકળ્યું નહીં, પરંતુ ઉલટું તેની આંખમાંથી પાણી નીકળી ગયું. હે સ્વામિનાથ, જેવી રીતે તે મૂઢ કણબી ખાંડમાંડા ખાવાની લેલુપતાથી પિતાના હાથમાં આવેલા અન્નને ગુમાવી બેઠે અને ખાંડતથા માંડાના નવા ધાન્યને ન મેળવવાથી અને ભ્રષ્ટ સ્તભ્રષ્ટ થઈ લેકમાં ઉપહાસ્યનું પાત્ર થયે, તેવી રીતે તમે આ હાથમાં આવેલા સંસારના સુખ ઉપર દ્વેષ કરી મુક્તિના સુખને માટે યાન કરે છે, તે તમે પણ ઉભય ભ્રષ્ટ થઈ લેકમાં હાસ્યનું પાત્ર થશો.. પિતાની પત્ની સમુદ્રશ્રોના આવા વચન સાંભળી જંબૂકુમાર શંખના જેવો મધુર ધ્વનિ કરી બેલ્યા. “ભદ્ર, તારામાં આવું વાણીનું આચાર્યપણું કેને કર્યું છે? ગ્રહસ્થાનું સુખ કેવું છે? તે સાંભળ જન્મ, જરા, આધિ, વ્યાધિ અને મૃત્યુથી હણાયેલું તે ગૃહસ્થનું સુખ ૧ અથત દ્રવ્યની હાનિ થવાથી તેને રોવું પડયું.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90