Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 52
________________ થો જપૂસ્વામી ચરિત્ર કરાવ્યું. “વારાંગના શેલડીની જેમ ફલવાળી થાય, એ વાત કદિપણુ વખાણવા યેગ્ય નથી. તેથી વનરૂપી સર્વસ્વને હરનારા પુત્ર પુત્રી ઉપર તેણને કેમ સહ ઉન્ન થાય?" આ પ્રમાણે કહી તે કુબેરસેનાની વૃદ્ધ માતાએ તે બંને બાલકને પોતપોતાના નામની મુદ્રિકા પહેરાવી પેટીમાં મુક્યા અને તે પેટી યમુના નદીમાં તરતી મુકી દીધી. કુબેરસેનને પિતાનો વૃદ્ધમાતાના કહેવાથી આ કામ કરવું પડયું, તથાપિ કુદ્રતી માતૃસ્નેહને લઈને તેણુએ તે પેટી મુકતી વખતે યમુના નદીને કહ્યું કે “હે સખી, આ મારા અને બાળકોની હવે તું માતા છે. મેં આ બાલકને તારા ખોળામાં મુક્યા છે. મારી આ થાપણને તું ઓલવીશ નહીં.” આ પ્રમાણે કહી કાજળથી શ્યામ એવા અઘુવડે યમુનાના જળને વધારે શ્યામ.કરતી તે ગુણિકા દુઃખ પામતી પાછી આવી. તે પેટી પ્રવાહમાં તણાતી તણાતી સૈયપુર નગરના સીમાડામાં આવી પહોંચી. આ સમયે કઈ બે શ્રીમંત ગૃહસ્થ નદીના તીર ઉપર ઉભા હતા. જાણે બંદર શિવાયના સ્થળ ઉપર આવેલી નાવીક હેય. તેવી તે પેટીને જોઈ તેમણે ખેંચી લીધી. તે ઊઘાડીને જોતાં તેમાં બે બાલકે જોવામાં આવ્યા. તત્કાળ તેમણે એક એક વેહેચી લીધું. બાળકની ઊપર તેમના નામની મુદ્રિકા હતી, તે ઉપરથી તેમના તે તે નામ રાખવામાં આવ્યા અને બને તે બાલકે ઉભય ગૃહસ્થોના ઘરમાં ઉછરી ગયા. જ્યારે તેઓ શિશુવયથી મુક્ત થયા, ત્યારે તેમને યોગ્ય કળાઓને અભ્યાસ કરાવવામાં આવ્યું. કાળે કરી જેમના કુલ જાણવામાં આવ્યા નથી, એવા તે બંને બાલકને પરસ્પર વિવાહ કરવામાં આવ્યું. તે બને રતિભવનમાં કીડા કરતા યુગલિયાના જેવા ધર્મને આચરવા લાગ્યા. એક સમયે બંને દંપતિ પાશાથી રમતા હતા. તેવામાં કુબેરદતે પિતાની મુદ્રિકા ફેકી તે કુબેરદત્તાએ જોઈ, પછી પિતાની મુદ્રિકા મેળવી ત્યાં બંને સરખી લાગી એટલે તે બાળા વિચારમાં પડી ગઈ. પછી તેણીએ કહ્યું, “પ્રાણનાથ, આ બંને મુદ્રિકા નામ અને ઘાટથી મળતી આવે છે, તે ઉપરથી પરિતાપ કરનારે આપણુ બંનેની વચ્ચે સહેદર ભાવ હોય એવું મને લાગે છે. કદાચિત્ આ બંને ગૃહસ્થોએ આપણને કઈ ઠેકાણેથી મેળવ્યા હશે. આપણે તેમના ખરા સંતાને

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90