Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ શ્રી અંબૂરવામી ચરિત્ર. - " રણ રહ્યું. આ ખબર સાંભળી વિદ્યુમ્માલી દેવતા ભગવાનને વંદના કરવાને સમવસરણમાં આવ્યું. દેવતાઓમાં તેને વિશેષ તેજસવી જોઈ શ્રેણિક રાજાએ શ્રી વીરપ્રભુને પૂછયું, “ભગવન, આ મહાન તેજસ્વી દેવતા કેણ છે?"પ્રભુ બેલ્યા “હે મહા ભાગ, આ દેવને ચ્યવવાને સમય નજીક આવ્યે છે, તેથી તે અત્યારે અ૮૫ તેજ વળે છે. પરંતુ પહેલાં તે તે આથી પણ વિશેષ તેજસ્વી હતે. આ દેવને જીવ પુર્વે વિદેડ ક્ષેત્રને વિષે શિવકુમાર નામે રાજપુત્ર હતું. તેણે તે ભવે મહાન દુરૂપ તપ આચરેલું છે, તેથી સૂર્યને પણ શરમાવે તેવું તેનું તેજ દેખાય છે.” A પ્રભુના મુખથી આ વચને સાંભલી રાજા શ્રેણિકે બીજો પ્રશ્ન કર્યો. “ભગવન, આ દેવ એવીને પછી ક્યાં ઉત્પન્ન થશે” પ્રભુએ ઉત્તર આપે. “મહાશય, આજથી સાતમે દિવસે આ દેવ દેવલકમાંથી આવશે અને પછી આ રાજગૃહ નગરમાં ઋષભણીને ઘેર જમ્ નામે એક પુત્ર થશે. તે આ અવસર્પિણ કાળમાં છેલ્લા કેવળી કહેવાશે” શ્રીવીરપ્રભુના આ વચન સાંભળી સમવસરણમાં રહેલ જંબુદ્વીપને અધિપતિ કઈ એક દેવ ઊભે થયે અને ત્રિપદી આપી હર્ષથી નૃત્ય કરવા લાગ્યું. તેને જોઈ રાજા શ્રેણિકે વીરપ્રભુને પુછયું, “દેવતાઓ અને મનુષ્યથી ભરપૂર . એવી આપની પર્ષદામાં જાણે હર્ષથી પુષ્ટ થતું હોય તે આ દેવ એકલેજ કેમ નાચે છે? ” પ્રભુએ કહ્યું, “ રાજન, આ નગરમાં ચંદ્રગુપ્ત નામે એક ધનાઢય રહેતું હતું તેને કષભદત્ત અને જીનદાસ નામે બે પુત્ર હતા. અષભદત્ત શુભ પરિણામી અને સદ્દગુણી હતો, તેથી તેણે સત્કીર્તિથી ભુવનને ઉજવળ કર્યા હતા અને આખા કુટુંબને ભાર ઉપાડી લીધું હતું. અને જિનદાસ હંમેશા જુગારી અને વેશ્યામાં આસક્ત હતા, તેથો જાણે કષભદત્તથી ત્રાસ પામેલા હેય તેમ સર્વ દેએ તેનું શરણ લીધું હતું. અર્થાત્ તેનામાં સર્વ દે આવીને વસેલા હતા. સગુણી રાષભદેવ બંધુ પ્રેમને લઈને જિનદાસને સદા હિતશિક્ષા આપતે પરંતુ ચંદનના છાંટાથી જેમ હીંગ સુવાસિત ન થાય, તેમ તે શિક્ષાથી સુવાસિત થતું નહતો. છેવટે રાષભદત્ત તેનાથી કંટાળી ગયે. તે સર્વ રીતે ઉપ

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90