Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 39
________________ શ્રી જંબૂવામી ચરિત્ર કરવા અશક્ત એ તે વ્રત લેવા માટે માતાપિતાની આજ્ઞા મેળવવાને ફરીવાર પિતાને ઘેર આવ્યું. તેણે માતાપિતાની આગળ પિતાની ઈચ્છા પ્રગટ કરી. કદિ પૂવે નહીં સાંભળેલ પુત્રને આ દીક્ષાભિલાષ સાંભળી માતાપિતાના હૃદયમાં અપૂર્વ આષિ ઉન્ન થઈ આવ્યું. તત્કાળ તેઓ ગદ્દગદ કંઠે બેલ્યા “વત્સ, શું અમારે કાંઈપણ અવિનય તારા જોવામાં આવ્યું છે કે, જે ઉપરથી જાણે અમે અપરાધી થયા હોઈએ, તેમ તું અમારે ત્યાગ કરવા ઈચ્છે છે? હે વિનીત પુત્ર, જેમ મેતી અગ્નિના દાહને, કદલી કરવતને, નવનીતને પિંડ સૂર્યના કિરણેના સ્પશન, રેશમી વસ્ત્ર જમીનના પ્રક્ષેપને, ૨ વાયુના ઝપાટાને, કુંપળ જલના વેગને, શંખનું કંકણ ઘણુના ઘાને, દષ્ટિ મરચાના ચૂર્ણને, અને તંતુ સૂત્ર હાથીના બંધનને સહન કરી શકે નહીં, તેમ આ તારે કમળ દેહ સંયમના કલેશને સહન કરી શકશે નહીં. જંબૂકુમારે નમ્રતાથી જણાવ્યું–“પૂજ્ય માતા પિતા, તમોએ મારે કાંઈ પણ અવિનય કર્યો નથી. આ સંસારે જ મારે અપરાધ કર્યો છે, માટે હું તેને છેડી દેવા ઈચ્છું છું. “હું કોમ ળ છું, તેથી દીક્ષા શી રીતે લઈ શકીશ એવી ચિંતા મારા હૃદયમાં જરા પણ થતી નથી. મહાન સુભટે રણભૂમિમાં આવાજ શરીર ઉપ૨ શોના ઘા સહન કરે છે.” પુત્ર, જેમ તે બાલ્યાવયમાં બાલ કીડાનુ કેતુક પૂરું કર્યું, તેમ હવે થાવન વયમાં વિવાહનું કૅતુક કેમ પૂરું કરતે નથી! તારા સહિત ચંદ્રની જેમ તને ૧ દારાસહિત ક્યારે જોઈએ? એ અમારી આશારૂપી લતાને આવા કટુવચન રૂપ હિમથી શા માટે બાળી નાંખે છે? જો તું માતા પિતાને ભક્ત છે તે હમણાં આ કદાગ્રહને છોડી દે સંતાનનું મુખ જોયા પછી વૃદ્ધાવસ્થામાં જેમ યંગ્ય લાગે તેમ કરજે માતા પિતાએ પિતાના હૃદયને આશય દર્શાવતાં કહ્યું. પૂજ્ય, હું હમણાંજ ચોથું શાળવ્રત લઈ ચુક્યો છું. હવે માશથી નિયમને ભંગ થશે નહીં. નિયમ ભંગ કરવામાં કુલીન પુરૂની યોગ્યતા ચાલી જાય છે. શું કોઈ પણ માણસ ઘણાં ભેગ ભોગવીને જ્યારે તૃપ્તિ પામે છે? તમે બંને વિદ્વાન છે, તે છતાં ૧ સ્ત્રી સહિત,

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90