Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - માટે કરે છે. જેમાં વિષયે વિષ વૃક્ષના જેવાં છે, વનિતાએ નરકના માર્ગની દીપિકા જેવી છે અને લક્ષ્મી વિજળીના જેવી ચપળ છે, તેવા આ સંસારમાં હવે મને આનંદ આવતું નથી. માતાપિતા ગ્લાનિ પામતા બેલ્યા, “વત્સ, તું અમારી આશાને શા માટે ચેળી નાંખે છે? દાવાનળની જવાળાની જેમ તારે વિયોગ અમારાથી ક્ષણવાર પણ સહન થવાનો નથી. તારી વધૂઓ તને અનુકુલ રહે છે, આ રાજ્યલક્ષમી તારે માટે સ્વયંવરા થઈ છે અને અમે બંને તારી પાસે સ્નેહથી નમ્ર થઈ રહીએ છીએ, છતાં અવસર વિના તારી આવી અભિલાષા કેમ પ્રગટ થઈ? તે કાંઈ સમજાતું નથી. માતા પિતાના આ વચન સાંભળી શિવ-કલ્યાણની ઈચ્છા રાખનારા શિવ કુમારે તેમની પ્રસન્નતા મેળવવાને માટે જે જે તેમને કહ્યું, તે બધું તપેલા પાત્રમાં જલની જેમ વિલીન થઈ ગયું. છેવટે ઘણું કરતાં પણ માતાપિતાએ તેને દીક્ષા લેવાની આજ્ઞા આપી નહી, એટલે શિવકુમાર નારાજ થઈ ગયે. તત્કાળ તે ભેજન છેડી દઈ દેવતાઓને જીતવાની ઈચ્છા રાખનારા ચટ્ટીની જેમ માનવ્રત ધારણ કરી પૈષધાગારમાં બેસી ગયે. શિવકુમાર ખાનપાન છેડી પષધગ્રહમાં જવાથી રાજા પ્રદરથ ઘણોજ શોકાતુર બની ગયે. તત્કાળ તેણે દધર્મ નામના શ્રાવકને પિતાની પાસે લાવી આ પ્રમાણે કહ્યું,–“મહાશય, અમારે જીવનરૂપી મેહેલ તુટી પડે છે, તેમાં તમે સ્તંભરૂપ થાઓ. અમારા રાજ કુમારના મુખચંદ્રના દર્શનથી મુક્ત થયેલા અમે પ્રાણ ધારણ કરવા સમર્થ નથી. તમે અવસરના જ્ઞાતા છે, તેથી અમારે કુમાર સત્વર ખાનપાન લે, તે કઈ ઉપાય કરે.” “આપની ઈચ્છા પ્રમાણે બનતું કરીશ” એમ કહી દઢબુદ્ધિ દઢધર્મા શ્રાવક શિવકુમાર પાસે પૈષધ ગ્રેડમાં આવ્યું. ઈપથિકી પડિકકમી તેણે શિવકુમારને વંદના કરવાની પ્રાર્થના કરી. “દઢધર્મા શ્રાવક પિતાને વંદના કરે તે ગ્ય નથી. એવું વિચારી રાજકુમાર મન છેડી બેલ્ય. “વિવેકી બંધુ, આ શું બેલે છે? વંદના કરવાને તે મુનિએ જ લાયક છે. તમે પણ વ્રતધારી છે, તેથી મુનિ કરતાં તમારામાં શી ન્યૂનતા છે?” દઢધર્માએ પ્રઢતાથી કહ્યું–“ભદ્ર, પ્રવીણ થઈને આવું

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90