Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 27
________________ શ્રી જબુસવામી ચરિત્ર. કર્યા, તેથી દેવતાઓએ તેના ઘરમાં દાનરૂપી વૃક્ષનું જાણે પાકેલું ફલ હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરી. તે ચમત્કારને સાક્ષાત્ જોઈ મહેલના અગ્રભાગે રહેલ શિવકુમાર અત્યંત આનંદિત થઈ ગયે અને તત્કાળ આવી આહાર કરી ઉઠેલા મુનિ સાગરદત્તને તેણે વંદના કરી. મુનિએ આ મહાન સંસાર સાગરનું દીર્ઘ પણું બતાવી તેને તરવામાં વાહાણુના જેવા આહંતધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભલ્યા પછી શિવકુમારે વિનયથી જણાવ્યું, “ભગવન, મેં પૂર્વે ઘણુ મુનિઓને જોયા છે. પરંતુ આપને વિષે મારું હદય વિશેષ સ્નેહ ધરે છે, તેનું શું કારણ હશે? આપના દર્શનરૂપઅમૃતના પાનથી મારા બંને ને તૃપ્ત થઈ ગયા છે. હવે મને સીન મુખરૂપી નગરની ગટરની અંદર ક્રીડા કરવાની ઈચ્છા થતી નથી.” શિવકુમારના આ વચન સાંભળી જ્ઞાની સાગરદત્ત બેલ્યા“ભ, તું પૂર્વે મારે અનુજબધુ હતું, તેથી મારી તરફ તારે અપૂર્વ સ્નેહ પ્રગટે છે. પ્રાયે કરીને ત્રણની જેમ પૂર્વને પ્રેમ જન્માંતરમાં પણ ત્રુટતું નથી. મુનિના આ વચન સાંભળતાં શિવકુમાર આશ્ચર્ય પામી ગયા અને તેણે ઉત્સાહથી જણાવ્યું “મહાનુભાવ, હવે આપના આ જનને કદિ પણ દૂર રાખશે નહીં. દુર્વિનીતની જેમ મને શામાટે જુદે કરે છે? મને સાથે રાખે. મેહના મહાસાગરમાં ડુબવાને ઇચ્છનારા એવા મને આપે હર્ષથી અહીં આવી બચાવે છે. તે બંધુ, એ મેહસાગરમાં હું કંઠ સુધી મણ થયે છું. હવે મારી ઉપેક્ષા શામાટે કરે છે ?” મુનિ સાગરદત્ત સનેહ દર્શાવતા બેલ્યા “વત્સ, તારે વાસ રાજમહેલમાં છે, અને મારે વાસ ગુરુકુળમાં છે, એમ જુદા જુદા સ્થાનમાં રહેનારા આપણે બંનેને નેહ કેવી રીતે વધશે? પૂર્વભવના અભ્યાસથી જામેલી પ્રીતિને દઢ કરવાની તારી ઈચ્છા હોય તે માતા પિતાની આજ્ઞા મેળવી ચારિત્રને અંગીકાર મુનિના આ વચને એ શિવકુમારના હૃદયમાં ઉંડી અસર કરી તત્કાળ તે પિતાના મહેલમાં ગયે. ત્યાં જઈ તેણે માતાપિતા પાસે વ્રત લેવાની આજ્ઞા માગી. આવી આજ્ઞા સાંભળતાં જ માતાપિતા મૂછ ખાઈ નીચે પડ્યા. જ્યારે તેઓ ક્ષણવારે સચેત થયા, એટલે શિવકુમાર હૃદયમાં આદર લાવી બેલ્ય—પૂજ્ય માતા પિતા, હું મહાન ઉદયની ઈચ્છા રાખું છું, તેમાં આમ વૃથા ખેદ શા

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90