Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ િજબૂસ્વામી રાત્રિ * ગયા છે. એવા વૃદ્ધ પુરૂષ પણ જેનાથી યુવાન પુરૂષની માફક કામદેવ વડે વ્યાકુળ હદયવાળા થઈ જાય છે, એવા મેહના વિલાસને ધિક્કાર હો ! ભગ્ર મનવાળા આ મુનિને માટે કયા ઉપાયથી ઉદ્ધાર કરે ? કાદવમાં મગ્ન થયેલે ગજેન્દ્ર અબળાઓથી સુખે ઊદ્ધાર્થ થઈ શકતે નથી.” નાગલા આ પ્રમાણે વિચાર કરતી હતી, તેવામાં પેલી વૃદ્ધ સ્ત્રીને એક પુત્ર ત્વરિત ગતિથી ત્યાં આવી ચઢ. પુત્રે આવી વૃદ્ધ સ્ત્રીને કહ્યું. “માતા મારા હાથમાં સત્વર એક પાત્ર આપે. આજે પર્વને દિવસ છે, કઈ નાગિલાએ અપે. શ્રીમતે મને જમાડે છે. અને બીજે શ્રીમંત લે પતિને અસર. અત્યારે મને જમાડવા ઈચ્છે છે. અને તે ઉપર કારક બોધ. એક દીનાર (સેનામહોર ) આપવા તૈયાર થયેલ છે. પ્રથમના ભજનથી મારું પેટ પરાઈ ગયું છે, તેથી અત્યારે નવું ભેજન લેવાને હું સમર્થ નથી, તેથી પ્રથમના ભેજનનું વમન કરીશ. અને તે પછી સુધા લાગશે એટલે હું પાછું ભેજન કરીશ.” તે બાળકના આ વચન સાંભળી મુનિભવદેવ તેની તરફ દુર્ગછા કરવા લાગ્યો. તે વખતે નાગિલાએ કહ્યું ” હે મુનિ આ બાલકે આટલું કહ્યું તેટલામાં તમે કંટાળીને દુગછા કરે છે, પણ તમારે પોતાને વિચાર કરતા નથી. તમે ભેગને ત્યાગ કર્યો છે, છતાં ફરી તેની ઈચ્છા રાખે છે તે તમે વમન કરેલું ખાવા તૈયાર થયા છે. આ તમારી દુરશા તમારા બ ભવને નાશ કરવાને માટે થશે. આ તમારુ સુંદર ચારિત્ર ચિંતામણિની જેમ જરંવાર મળવું સુલભ નથી. તેવા ચારિત્રને તમે વિષય રૂપી ચૂર્ણને અર્થે શામાટે બાળવા ઈચ્છે છે! તમે ચતુર વલી વિચાર કરો કે તમારા કાન બહેરા થઈ ગયા છે, મસ્તક પલીયાથી ભરાઈ ગયું છે અને યવન વય ગલી ગયું છે. છતાં તમારું મન ચારિત્રથી કેમ સ્મલિત થઈ ગયું! જેઓ મોક્ષ નગરમાં જવાની નિર્દોષ વિદ્યારૂપ એવી દલાને સાધે છે, પછી શું તેઓ જડ જેવા બની ઉકરડા જેવી સીની કાયાને લાજે છે! નાગીલાના આ ઉપદેશને સાંભળી ભવદેવના હદય ઉપર અસર થઈ આવી. વસ્ત્રાળ તેણે જણાવ્યું, બાઈ તમારા બોધને સાબાસી ઘટે

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90