________________
૩
વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થઈ આવે છે. વિશ્વલીલાના વિલોકનઊપરથી અનિ ભાવના કેવી રીતે સ્ફુરે છે, એ પ્રસંગ લેખકે અદ્ભુત રસથી પ્રતિપાદન કરેલ છે. તેનો બંધુ ભવદેવ જે દેવલોકમાં ગયેલો તે પણ તેજ પુલવિજ્યની અંદર આ વેલ વીતશોકા નગરીમાં શિવકુમાર નામે રાજપુત્ર થઈ અવતરે છે. વિરક્ત થઈ મહાવ્રત ધારી થયેલ સાગરદત્ત અને શિવકુમારનો મેલાપ થાય છે. જ્ઞાની સાગરદત્ત શિવકુમારને પૂર્વ જન્મનો વૃત્તાંત સંભલાવે છે, તે ઊપરથી શિવકુમાર મહાવ્રતધારી થવા ઊત્કંઠા બતાવે છે. આ સુબોધક પ્રસંગ લેખકે પોતાની પ્રતિભાના પ્રભાવથી એવો રસિકતાથી વર્ણવ્યો છે કે, જે વાંચતાંજ હૃદય શાંત રસરૂપ અમૃત સાગરમાં મગ્ન થઈ જાય છે. વિરકત થયેલા શિવકુમારનું ભાવના ભરેલું વર્તન બુદ્ધિના અંતઃપ્રદેશને જાગ્રત કરનારૂં છે. ધર્મા નામના એક શ્રાવકનો પ્રસંગ એ મહાનુભાવના ચરિત્રમાં ધણોજ સુબોધક છે. આખરે શિકુમાર વિધુન્ગાલી નામે દેવતા થઈ મગધ દેશમાં થયેલા ભગવાન મહાવીર પ્રભુના સમવરણમાં આવે છે, તે વખતે પરમ આર્હત શ્રેણિક રાળના પ્રશ્ન ઉપરથી શ્રીવીર પ્રભુ તેનું ભૂત અને આગામી વૃત્તાંત કહે છે. તે પ્રસંગે રાજગૃહ નગરીના રૂષભશ્રેષ્ઠી નામના એક ધનાઢયને ઘેર તે વિધુન્ગાલીની જંબૂકુમાર રૂપે પ્રગટ થવાની વાત સૂચવે છે. આ વૃત્તાંતમાં ચંદ્રગુપ્તના ઋષભદત્ત અને જિનદાસ નામના બે પુત્રોનો વૃત્તાંત ધણો સુબોધક અને શિક્ષણીય છે, રૂષભદત્તનું વર્તન હૃદયમાં સદ્ગુણોના ઊચ્ચ મહિમાની છપ પાડે છે અને જિનદાસનું વૃત્તાંત જીવનને મલિન કરનારા દુર્ગુણોને ત્યાગ કરવાનો ઊત્તમ બોધ આપે છે દુર્ગુણી જિનદાસ પોતાના બંધુ રૂષભદત્તના ઉપદેશથી સુધરે છે. તે પ્રસંગ સર્નેસંગનો અલૌકિક પ્રભાવ દર્શાવી આપે છે.
આ ચારિત્રના પુણ્ય ચરિત્ર મુખ્ય નાયક બુમારની માતા ધારિણી પ્રથમ મપુત્રા હતી, તે પુત્ર રત્નની તીવ્ર સ્પૃહાથી પવિત્ર મહાત્મા સુધર્મા ગણધરને વંદના કરવા આવે છે. તે પ્રસંગે કોઈ સિદ્ધ પુત્રના પ્રશ્ન ઉપરથી મહાનુભાવ ગણધર શાશ્વત જંબુવૃક્ષનું વર્ણન કરે છે. આ વર્ણનમાં ગ્રંથકારે પોતાનું વિલક્ષણ ચાતુર્ય બતાવી શાશ્વત જંબુવૃક્ષોની સર્વ પીઠિકા દેખાડી આપી છે. પુત્રની ઈચ્છા વાલી ધારણીએ ગુરૂવંદન કરી પોતાની અભિલાષા પ્રગટ કરી તે પ્રસંગે “ગુરૂની સકામ ભક્તિ અનુચિત છે અને ત્યાગી ગુરૂઓ સાંસારિક પ્રવૃત્તિ માટે કાંઈપણ કથન કરતા નથી’’ એ ગૃહસ્થ અને મુનિ ધર્મનો શુદ્ધ આચાર ઘણોજ બોધનીયપણે દર્શાવ્યો છે. આ પ્રસંગે સુધર્માંગણધરે આ સંસારને વિષુવૃક્ષની ઉપમા આપી જે બોધ આપ્યો છે, તે પ્રત્યેક વાચકને પોતાના હૃદયમંદિરમાં ધારણ કરવા યોગ્ય છે.
સુધર્મા ગણધરના ઉપદેશથી વિરક્ત થયેલ મહાત્મા જંબૂકુમાર જ્યારે મહાવ્રત લેવા માટે માતાપિતાની આજ્ઞા લે છે, તે પ્રસંગે માતાપિતા અને મહાત્મા જંબૂકુમારનો વાર્તાલાપ વૈરાગ્યના વિવિધ બોધથી ભરપૂર છે. મહાત્મા લેખકે શુદ્ધ અને પૂર્ણ