Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 8
________________ પૂર્વ પ્રસ્તાવના પ્રસ્તાવના આ અખંડ ભારતભૂમિ ઉપર માઈ ધર્મની જયઘોષણા શાથી થાય છે ? અને એ પવિત્ર ધર્મની પ્રશંસા શા માટે કરવામાં આવે છે ? તે ઉભય પ્રશ્નોનો ઉત્તર એટલો જ છે કે, એ મહાન ધર્મના આચાર્યોની ઉપદેશક શક્તિ અસાધારણ હતી. વળી તેમના હૃદયમાં સ્વધર્મનો, સર્વ પ્રાણિવર્ગના કલ્યાણનો, અને જ્ઞાનનો ઉત્કર્ષ કરવાની પ્રબળ અભિલાષા હતી. એ અભિલાષા પૂર્ણ કરવા માટે તેમણે ચતુર્વિધ અનુયોગને ઉદ્દેશીને વિવિધ વિષયોને રસિક લેખો લખેલા છે. તે સર્વમાં ચરિતાનુયોગ અથવા કથાનુયોગની યોજના વિશેષ આકર્ષક બનેલી છે; કારણકે, તે અનુયોગ દ્વારા આપેલો બોધ જનસમૂહને મનોરંજકરૂપે વધારે હદલગ્રાહી થઈ શકે છે. સંસાર વિટંબનાથી તપી રહેલા અને તેથી મોક્ષરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાનો માત્રા કરવાની ઈચ્છા રાખનારા મુમુક્ષુ જનોને અંતરંગ અને બહિરંગ સાધનો સંપાદન કરવાનું સ્થાન ચરિતાનુયોગના સુબોધક પ્રસંગો છે. તે સાથે ગૃહાવાસમાં રહી ઉચ્ચ જીવનની ભૂમિકામાં રહેવાની ઈચ્છા રાખનારા ભવિજનોને પણ તેમાંથી ઘણું ઘણું શીખવાનું અને વિચારવાનું મળી આવે છે. ટુંકામાં ધાર્મિક અને સાંસારિક અધમ સ્થિતિના રોગગ્રસ્ત થયેલા મનુષ્યોને ચરિતાનુયોગ એક ઉત્તમ રસાયણરૂપ છે. પ્રાચીન અને અર્વાચીન કાળના પવિત્ર આત ધર્મના વીર મહાત્માઓની કીર્તિથી તેજિત અને સતીધર્મની રસિક રમણીયોનાં રસમય ભાવનાથી ભરિત એવા ચરિતાનુયોગના લેખો ઘણાં માકર્ષક અને વિસ્મયકારક હોય છે. એવો કોણ હશે કે, જેના હૃદયમાં રાહત ધર્મનો, શુદ્ધ પ્રેમનો, પ્રભુ ભક્તિનો, મહાવ્રતના સાહસનો, કે આત્મભોગનો ભાવ તે ચરિતાનુ યોગની કપામો નહીં કરી શકે? એવા ચાિનુયોગના રસિક વિષયમાં આ કુમાર ચરિત્રનો લેખ પ્રથમ પદે માવે છે. કાવ્યમાત્રનો જીવ રસ છે, તે રસનો આશ્રય લઈ કાવ્યની મધુર યોજના કરવામાં જ કવિની પ્રતિભાનો પ્રભાવ રહે છે. તેમાં પણ જે એ રસમાત્ર ને પરમ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 90