________________
૩૦
જૈનસંમત જ્ઞાનચર્ચા
આ પ્રકૃતિઓને બંધ મિથ્યાત્વ હોય ત્યાં સુધી રહે તે હોવાથી તેઓને ધ્રુવબંધિની કહી છે અને ઉત્તરગુણ ન હોય તેવા સંસારી જીવોને તેઓ પ્રાપ્ત થતી હોવાથી તેઓને ધ્રુવસત્કમ કહી છે. 5 2 મિથ્યાત્વને નાશ થતાં શ્રદ્ધાનરૂપ દર્શનની પ્રાપ્તિ થાય છે. આથી જ કહ્યું છે કે, શ્રદ્ધાનરૂપ દર્શનની ઉત્પત્તિ થાય તો જ જ્ઞાન સમ્યજ્ઞાન કહી શકાય 153
ઘ) જ્ઞાનાવરણ : જીવ ચૈતન્ય લક્ષણ છે. ચૈતન્ય જ્ઞાનરૂપ છે. 54 અને જ્ઞાન પ્રકાશક છે, કારણ કે તે તેને સ્વભાવ છે.15 5 જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયામાં જ્ઞાનને સૂર્ય સાથે, જ્ઞાનના પ્રકાશને સૂર્યપ્રકાશ સાથે, જ્ઞાનનાં આવરને વાદળ સાથે અને ક્ષયે પશમને વાદળમાં પડેલાં વિવર સાથે સરખાવ્યાં છે. જેમ સૂર્ય ગાઢ વાદળોથી ઢંકાયેલું હોવા છતાં તેની થોડી પ્રભા તે બહાર નીકળે જ, તેમ જ્ઞાનાવરણ હોવા છતાં થોડે જ્ઞાનપ્રકાશ તે બહાર નીકળે જ. જે તેમ માનવામાં ન આવે તો જીવ અજીત્વને પામે. 5 6 કેવલજ્ઞાન તેનાં અવારક કર્મોથી ઢંકાયેલું હોય છે, તેમાં મતિજ્ઞાનવરણના ક્ષપશમરૂપ વિવાર પડતાં મતિજ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ પ્રક્રિયા શ્રુત આદિ ત્રણ જ્ઞાનેને લાગુ પડે છે. 67 આ ઉપરથી ફલિત થાય છે કે, (૧) કેવલજ્ઞાનાવરણમાં મત્યાદિ ચારનાં આવરણોને અંતર્ભાવ થાય છે. (૨) કેવલજ્ઞાનાવરણમાં પડેલાં વિવરે એ જ મત્યાદિનાં આવરણનો ક્ષયપશમ છે. (૩) આ જ રીતે ચક્ષુરાદિ ત્રણ દર્શનાવરણને અંતર્ભાવ કેવલદર્શનમાં સમજે. કેવલજ્ઞાનીને મત્યાદિ ચાર જ્ઞાન હોતાં નથી,”1 9 8 એ વિધાન પણ ઉક્ત વ્યવસ્થાનું સમર્થન કરે છે.
જેનેતરદર્શનસંમત જ્ઞાનાવરણ અને જ્ઞાનપ્રાપ્તિ: જેન દશન હાનાવરણને સંબંધ આત્મા સાથે જોડે છે, કારણ કે જેના મતે જ્ઞાન આત્માને અનિવાર્ય ધમ છે. જ્ઞાનાવરણ પૂર્ણપણે હટી જતાં આત્મા સર્વજ્ઞ બને છે, જ્યારે સાંખ્ય–ગ જ્ઞાનાવરણનો સંબંધ ચિત્ત સાથે જોડે છે. તેમનાં મતે જ્ઞાન એ પુરુષને સ્વભાવ નથી. પરંતુ ચિત્તને સ્વભાવ છે, કારણ કે સાંખ્યદર્શન ચિત્તવૃત્તિને જ્ઞાન કહે છે.1 59 પુરુષને પ્રકાશ કદી આવરણયુક્ત હોતો નથી, જ્યારે સત્ત્વને પ્રકાશ આવરણયુક્ત પણ હોય છે. સર્વ આવરણે દૂર થતાં ચિત્ત સર્વજ્ઞ બને છે. આ આવરણ તમોગુણ છે. તમે ગુણને અભિભવી ' એ જ જૈનસંમત જ્ઞાનાવરણને ક્ષય અને
પશમ છે. ગદર્શન અનુસાર દૂર થવાનું કારણ રજોગુણની ક્રિયાશીલતા છે. 162 ચિત્તની મૂઢ અવસ્થામાં અજ્ઞાન હોય છે. એ રીતે મેહ એ આવરણ છે. જૈન દર્શન પણ જ્ઞાનના સમ્યકત્વ માટે દાનમેહનો ક્ષય કે ક્ષયોપશમ આશ્યકત માને છે. 13 (ક) યોગદર્શન ઈન્દ્રિય એને અતીન્દ્રિય જેવા જ્ઞાનભેદોને સ્વીકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org