________________
જૈનસ`મત જ્ઞાનચર્ચા
८८
પછી 2 3 જ મહસિદ્ધ, પળિય આદિ ઉદાહરા સમજાવ્યાં છે.234 (૬) આ નિયુક્તિમાં નહીં મળતી, પરંતુ નંદિમાં મળતી સાત ગાથા વિ॰ ભાષ્યમાં જોવા મળે છે.235 આથી એમ માનવું પડે કે, જિનભદ્ર પાતાના પુરોગામી સાહિત્યમાંથી કેટલીક ગાથાને ઉતારા વિ॰ ભાષ્યમાં કર્યા હશે, અર્થાત વિ॰ ભાષ્યમાં આ નિયુ*ક્તિનું ભાષ્ય કરતી બધી ગાથાઓ જિનભદ્રરચિત નથી.
નંદિમાં ઉક્ત ચાર બુદ્ધિએેના સબંધ મતિજ્ઞાન સાથે છે, જ્યારે તિલાયપણુતિમાં તેને સબધ શ્રુતજ્ઞાન સાથે છે, કારણ કે ત્યાં કહ્યું છે કે, શ્રુતજ્ઞાનાવરણ અને વીર્યંતરાયના ઉત્કૃષ્ટ ક્ષયાપથમ થતાં પ્રજ્ઞાની ઉત્પત્તિ થાય છે, જેના સૌપત્તિી આદિ ચાર ભેદ્ય છે,236 ધવલાટીકાકારે પણ આ ચારને પ્રજ્ઞાના ભેદ તરીકે ઉલ્લેખ્યા છે, એવી સ્પષ્ટતા પૂર્વે થઈ ગઈ છે.
એ જ
(૧) ચૌરવ ત્તી : આ॰ નિયુક્તિમાં જણાવ્યા અનુસાર જે વસ્તુને પૂર્વે કદી જોઈ નથી, સાંભળી નથી કે વિચારી નથી (અવેદિત), એવી તે વસ્તુને જે બુદ્ધિ તત્ક્ષણ તેના યથાર્થ સ્વરૂપમાં ગ્રહણ કરે છે તે ઔપત્તિકી છે.37 જિનભદ્ર ઉક્ત નિયુ*ક્તિગાથાગત અસુતાવેતિતના વિગ્રહ મશ્રુતમનેતિ અને અશ્રુત +માવેરિત કરીને અવેદિત ઉપરાંત આવેતિના પણ સ્વીકાર કરે છે. એ રીતે પૂર્વે થયેલા અલ્પજ્ઞાન (માલેવિત) ને પણ સ્વીકારે છે.238 ઉપરાંત જિનભદ્ર ઉ- પત્તિ નિમિત્ત છે. જેનુ એવું વ્યુત્પત્તિપરક અથધટન પણ આપે છે, જેનુ સમર્થાન રિભદ્ર અને મલયગિરિએ કયુ`' છે,239 ધવલાટીકાકાર અનુસાર ઔવ્પત્તિકી આદિ ચતુવિધ મુદ્ધિબળથી વિનયપૂર્ણાંક દ્રાક્શાંગને ધારણ કરીને મૃત્યુ થયા પછી દેવામાં ઉત્પન્ન થઈને અવિનષ્ટ સંસ્કાર સહિત મનુષ્ય-ભવમાં ઉત્પન્ન થયા બાદ શ્રવણુ, અધ્યયન, પ્રશ્ન આદિ વ્યાપાર સિવાય પ્રાપ્ત થતી પ્રજ્ઞા ઔવત્તી છે. આમ તે ઔપત્તિકીના મૂળમાં પૂર્વભવપ્રાપ્ત શ્રુતના સ્વીકાર કરે છે. ઉપરાંત પરંપરાપ્રાપ્ત ગાથા ઉષ્કૃત કરીને કહે છે કે, ઔપત્તિકી મુદ્ધિ વિસ્મૃત શ્રુતજ્ઞાનને પરભવમાં ઉપસ્થિત કરે છે અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરાવે છે '240
નિયુ*ક્તિ, નંદિ, ચૂર્ણિ અને વૃત્તિમાં આ ચારેય બુદ્ધિનાં થાનકો અપાયાં નથી. જિનભદ્ર આવશ્યક ચૂર્ણિમાં એ કથાનકા જોવાની ભલામણ કરે છે.241 શ્રીચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પનકમાં એ થાનકે સ ંક્ષેપથી અપાયાં છે, જ્યારે મલયગિરિએ એ કથાનકા કંઈક વિસ્તારથી અને વિશેષ સ્પષ્ટ રૂપથી રજૂ કર્યા છે, ક્રૂ જેમાંનું એક ઉદાહરણ ઔત્પત્તિકીનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે; એક વખત એક રાજાએ કહ્યું કે, આ કૂકડાને અન્ય કૂકડાની મદદ સિવાય યુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org