________________
૨૩૨
જૈનસંમત જ્ઞાનચર્યા સમય છે અને દ્રવ્ય રૂપી દ્રવ્ય છે. આ ગાથા પખંડાગમમાં ઉદ્દધૃત થયેલી છે. અકલંકે ઉક્ત પ્રમાણનું સમર્થન કર્યું છે.133 નિર્યુક્તિ અને ખંડગમ બને પરંપરા સમાન ગાથાને ઉલ્લેખ કરીને પરમાવધિનું સમાન પ્રમાણ માને છે, પરંતુ ભેદ એ છે કે નિયુક્ત અનુસાર એ પ્રમાણ અવધિની ચરમસીમાં છે,
જ્યારે પખંડાગમ અનુસાર એ પ્રમાણ અવધિની ચરમસીમા નથી, કારણ કે તે પરંપરા પરમાવધિ પછી સર્વાવધિની કક્ષા સ્વીકારે છે, એવી સ્પષ્ટતા પૂર્વે કરવામાં આવી છે.
મધ્યમ પરમાવધિ :- જઘન્ય અને ઉત્કૃષ્ટ પરમાવધિ ની વચ્ચેના અવધિને મધ્યમ પરમાવધિ કહે છે.
(ગ) સર્વાવધિ :- ધવલાટીકા અનુસાર સર્વ જેની અવધિ (મર્યાદાઓ છે તે સર્વાવધિ છે. સવના ત્રણ અર્થો છે: (૧) મુખ્ય અથ' કેવલજ્ઞાન અને ઔપચારિક અર્થ કેવલજ્ઞાનને વિષય છે. અહીં ઔપચારિક અર્થ અભિપ્રેત છે.1 84 (૨) સવને અથ સકલ દ્રવ્ય કરી શકાય નહિ, કારણ કે તે અથ અનુસાર કોઈ દ્રવ્ય બાકી વધે નહિ, પરિણામે અવધિત્વ જ નાશ પામે. આથી સર્વનો અર્થ સર્વના એક ભાગમાં રહેલાં રૂપી દ્રવ્યો છે. (૩) આકુંચન પ્રસારણ આદિને પ્રાપ્ત થયેલું દ્રવ્ય 185
અકલંક અનુસાર સર્વાવધિનું પ્રમાણ ઉત્કૃષ્ટ પરમાવધિના ક્ષેત્ર કરતાં અસંખ્યાત ગણું છે, કાળ, દ્રવ્ય અને ભાવ ક્ષેત્રના સંદર્ભમાં સમજવાના છે. 1 9 ૦
દેશાવધિ, પરમાવધિ, અને સર્વાવધિને સ્વભાવ :- દેશાવધિને સ્વભાવ અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત, અનવસ્થિત, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ એમ આઠેય પ્રકારનો છે. પરમાવધિને સ્વભાવ હીયમાન અને પ્રતિપાતિ સિવાય છ પ્રકાર છે, જ્યારે સર્વાવધિને સ્વભાવ અનુગામી, અનનુગામી, અવસ્થિત અને અપ્રતિપાતિ એમ ચાર જ પ્રકારનો છે. વિદ્યાનંદ પરમાવધિને અનવસ્થિત માનતા નથી. બાકીની બાબતમાં તેઓ અકલંકને અનુસર્યા1 81 છે. આ બન્ને આચાર્યોએ કરેલી સ્પષ્ટતા અનુસાર પરમાવધિ અને સર્વાવધિના ઉપયુકત સ્વભાવનાં કારણે આ પ્રમાણે છે : બને તેના સ્વામીને એ ભવમાં નિયમથી અનુસરે છે, તેથી તેઓ અનુગામી છે. એ જ ભવમાં કેવલજ્ઞાન થતું હોવાથી તેઓ બને અન્ય ભવમાં તેના સ્વામીને અનુસરતાં નથી, તે સંદર્ભમાં તેઓ અનનુગામી છે. પરમાવધિમાં અમુક સમય માટે વધઘટ ન થાય તે સંદર્ભમાં અને સર્વાવધિમાં કદી વધઘટ થતી નથી તે સંદર્ભમાં, તેઓ અવટિ છે. બન્નેના નાશની શકયતા નથી, તેથી તેઓ અપ્રતિપાતિ છે, પરમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org