________________
મન પર્યાયજ્ઞાન
૨૫૫ રહે છે, જ્યારે વિપુલમતિને ઉકત અપેક્ષાની જરૂર રહેતી નથી. 61 () પ્રતિપાતની દષ્ટિએ ઋજુમતિને પ્રતિપાત શક્ય છે, જ્યારે વિપુલમતિ અપ્રતિપાતિ છે, અર્થાત્ તેને નાશ શક્ય નથી. ક8 (૫) વિશુદ્ધિની દૃષ્ટિએ જુમતિની અપેક્ષાએ વિપુલમતિજ્ઞાન વિશદત્તર છે . ૦૩ (૬) પ્રમાણની દૃષ્ટિએ જોતાં ઋજુમતિજ્ઞાની જેટલાં દ્રવ્યક્ષેત્ર-કાળ અને ભાવને જાણે છે, જેમકે ઋજુમતિ અનન્ત પરમાણુવાળા અનન્ત
ધોને જાણે છે, તેના કરતાં વધારે સ્કંધ વિપુલમતિ જાણે છે. ક્ષેત્રની દષ્ટિએ જુમતિ કરતાં વિપુલમતિ અઢી આંગળ જેટલું વધારે ક્ષેત્ર જાણે છે. ૦૩
જ્યારે પખંડાગમ પરંપરા એવી સ્પષ્ટતા કરે છે કે ઋજુમતિ જધન્યતઃ ગવ્યતિપૃથકૃત્વ અને ઉત્કૃષ્ટતઃ જનમૃથવ જેટલા ક્ષેત્રને જાણે છે,
જ્યારે વિપુલમતિ જઘન્યતઃ જપૃથકૃત્વ અને ઉત્કૃષ્ટતઃ મનુષોત્તર શૈલની અંદરના ક્ષેત્રને જાણે છે. 64 પૃથફત્વ એટલે આઠ. 65 આ અર્થધટન પ્રમાણે ઋજુમતિ આઠ ગાઉથી આઠ જન સુધીના જ ક્ષેત્રને જાણી શકે છે, જ્યારે ઋજુમતિ તેના કરતાં ઘણું વધારે ક્ષેત્ર જાણી શકે છે. ક્ષેત્રને જાણે છે એટલે તેટલા ક્ષેત્રમાં રહેલા છના ચિત્તને જાણે છે એમ સમજવાનું છે. સમયની દષ્ટિએ ઋજુમતિ ૫ પમના અસંખ્યયમા ભાગ જેટલું કાળ જાણે છે, જ્યારે વિપુલમતિ તેથી વધારે કાળ જાણે છે. ૧૦ પખંડાગમ પરંપરા એવી સ્પષ્ટતા કરે છે કે ઋજુમતિ જધન્યતઃ બે ત્રણ ભવો અને ઉત્કૃષ્ટતઃ સાત આઠ ભો જાણે છે, જ્યારે વિપુલમતિ જઘન્યતઃ સાત આઠ ભવો અને ઉકષ્ટતઃ અસંખ્યય ભવો જાણે છે ?, બેરાણ ભવો એટલે વર્તમાનકાળને એક અને તે સિવાયના બે. એ જ રીતે સાત આઠ એટલે વર્તમાનકાળને એક અને તે સિવાયના કાળના સાત. ભાવની દષ્ટિએ જુમતિ કરતાં વિપુલમતિ વિશેષ પર્યાને જાણે છે. જેમ કે જુમતિને ઘડાનું જ્ઞાન થાય છે, જયારે વિપૂલમતિને તેના અનેક વિશેષતાઓનું પણ જ્ઞાન થાય છે. (૭) સૂદ્ધમતાની દષ્ટિએ જોતાં ઋજુમતિ કરતાં વિપુલતાનું જ્ઞાન વિશેષ સૂમ છે, કારણ કે સર્વાધિના વિષયને અનંતમે ભાગ જુમતિને વિષય છે અને તેને અનંતમે ભાગ વિપુલમતિને વિષય છે 6 ક. આમ જુમતિ અને વિપુલમતિજ્ઞાનમાં તરતમ ભાવ આવે છે; જેનું કારણ શમની વિચિત્રતા છે. અલબત્ત, જયતિલક કહે છે કે ઋજુમતિ
વિપુલમતિની ભેદરેખા સ્પષ્ટ નથી (ખ). સંભવ છે કે ઉપર જણાવેલી સ્પષ્ટતા કરતા ગ્રંથે તેમના ધ્યાનમાં ન આવ્યા હોય. ૬. મન:પર્યાય અને મનમતિજ્ઞાન :
પખંડાગમ અનુસાર મન વડે માનસને જાણીને અન્યનાં સંજ્ઞા આદિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org