Book Title: Jainsammat Gyancharcha
Author(s): Harnarayan U Pandya
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 266
________________ મન:પર્યાયજ્ઞાન ૨૫૭ થાય છે કે “પ્રતિપુ વય સુયં” એ સિદ્ધાંત અનુસાર મતિ પછી શ્રુતજ્ઞાનને ક્રમ હોય છે. આથી મતિ પછી પ્રાપ્ત થતા મનઃ પર્યાયને શ્રુતજ્ઞાન કહેવું જોઈએ. આ શંકાનું સમાધાન એ છે કે શ્રુતજ્ઞાન પરેલ છે, જ્યારે મન:પર્યાય પ્રત્યક્ષ છે. આથી મનઃ પર્યાયને શ્રુત કહેવાશે નહિ 7 8. ૯ મન પર્યાય અને અવાર્થ : અવધિ અને મન:પર્યાયની ભિન્નતાની બાબતમાં જેનપરંપરામાં બે પક્ષ જોવા મળે છેઃ આગમો, નિયુક્તિ, નદિ, પખંડાગમ અને તત્ત્વાર્થની પરંપરા અવધિ અને મન પર્યાયને ભિન્ન ગણે છે, જયારે સિદ્ધસેન દિવાકર આદિ કેટલાક આચાર્યો તે બન્ને જ્ઞાનને અભિન્ન ગણે છે. આ અંગે જ્ઞાન-દર્શનના પ્રકરણમાં એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે પ્રાચીનકાળમાં, સંભવ છે કે, તે બન્ને જ્ઞાન અભિન્ન રહ્યાં હોય અને કાલાંતરે મનઃ પર્યાય અવધિમાંથી પૃથફ થયું હોય. અવધિ અને મન:પર્યાયની ભિન્નતા :- આ પક્ષના આચાર્યોએ સ્વામી, વિશુદ્ધિ, વિષય, દ્રવ્ય, ક્ષેત્ર અને ભાવ વગેરેની દષ્ટિએ બન્નેની ભિન્નતા સિદ્ધ કરી છે. જેમકે : (૧) સ્વામી - બન્નેને સ્વામી છમસ્થ છે. છતાં તફાવત એ છે કે અવધિનો સ્વામી દેવ, નારક, મનુષ્ય કે તિર્યંચ હોઈ શકે છે, જ્યારે મનઃપર્યાયને સ્વામી મનુષ્ય જ હોય છે. 19 તદુપરાંત અવવિનો સ્વામી સંયત કે અસંવત હોઈ શકે છે, જયારે મન:પર્યાયને સ્વામી સયત જ હોય છે. ૩ ૦ (૨) વિશદ્ધિ અને વિષય – અવધિ કરતાં મનઃ પર્યાય વિશુદ્ધતર છે. 81 અવધિના વિષયને અને તમે ભાગ મન:પર્યાયને વિષય છે, એ રીતે મન પયયની વિષયમર્યાદા ઓછી છે. છતાં જેમ અનેક શાસ્ત્રોનું છીછરું જ્ઞાન ધરાવતા વિદ્વાન કરતાં એક શાસ્ત્રનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા વિદ્વાનના ફોનને વિશુદ્ધતર કહેવામાં આવે છે, તેમ અહીં પણ વિશુદ્ધિને સંબંધ વ્યા૫ના સંદર્ભમાં નથી, પણ સૂમનાના સંદર્ભ માં છે. ૬ (૩) દ્રવ્ય – બને જ્ઞાન રૂપિદ્રવ્યવિષયક છે, છતાં અવધિ કરતાં મન:પર્યાયમાં થતું રૂપી દ્રવ્યનું જ્ઞાન વિશુદ્ધતર છે. અવધિજ્ઞાન રૂપીદ્રવ્ય સામાન્ય સાથે સંબંધિત છે, જ્યારે મન:પયાવાન મનોગત દ્રવ્ય સાથે જ સંબંધિત છે 93. (૪) ક્ષેત્ર – અવધિજ્ઞાન સવલેકમાં અને અલકમાં પણ વિસરી શકે છે. જ્યારે મનઃ પયયજ્ઞાન મનુષ્યક્ષેત્ર પૂરતું જ મર્યાદિત છે. 8 4 | (૫) ભાવ-અવધિની અપેક્ષાએ મન:પયા ય ઓછાં દ્રવ્યમાં પ્રવતતું હોવા છતાં વધુ પયામાં પ્રવર્તે છે. ૬ (૬) અજ્ઞાન-અવધિજ્ઞાનમાં અજ્ઞાન (વિભગનાન) ની શક્યતા ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294