________________
મન:પર્યાયજ્ઞાન
૫૩ (વિતર-વત વિરાયતો ) અને (૪) માનસિક રચનાઓની સ્થિતિ જાણીને. 4 ઉકત ચાર ઉપાયમાં પ્રથમના બે ઉપાયમાં ઈન્દ્રિયની મદદ અપેક્ષિત છે. તેથી તેઓને સમાવેશ અતીન્દ્રિયજ્ઞાનમાં થઈ શકશે નહિ. ત્રીજા અને ચોથા ઉપાયને સમાવેશ અતીન્દ્રિયજ્ઞાનમાં થાય છે. જયતિલક ત્રીજા ઉપાયને indirect telepathy કહે છે અને ચોથા ઉપાયને direct telepathy કહે છે. આ ચોથા ઉપાયને તેઓ જેનસંમત મન:પર્યાયજ્ઞાન સાથે સરખાવે છે.* ૫. મન:પર્યાયના ભેદો – પ્રભેદો :
આવશ્યક નિયુકિતગત ઋદ્ધિમાં ઋજુમતિ અને મને જ્ઞાનનો ઉલ્લેખ છે. બને ઋદ્ધિઓ પાસે પાસે નથી, પણ તેઓની વચ્ચે સવૌષધિ, ચારણ, આશીવિષ અને કેવલી એમ ચાર ઋદ્ધિઓ છે. તત્ત્વાર્થ ગત દ્ધિઓમાં ઋજુમતિ અને વિપુલમતિ ઋદ્ધિઓ પાસે પાસે છે અને ઘટખંડાગમમાં ઋજુમતિ-વિપુલમતિના પ્રભેદે પણ પ્રાપ્ત થાય છે. આ ત્રણ ઉલ્લેખ મન:પર્યાયની વિચારણના વિકાસના ત્રણ તબક્કાનું સૂચન કરે છે એવું અનુમાન કરી શકાય ? (૧) મનપર્યાય એક રવતંત્ર જ્ઞાન તરીકે સ્થિર થયું તે પહેલાં મને જ્ઞાનવિષયક બે ઋદ્ધિઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હશે. (૨) તે પછી મનઃ પર્યાય જ્યારે એક અતીન્દ્રિયજ્ઞાન તરીકે સ્થિર થયું ત્યારે આ બે ઋદ્ધિઓને તેમાં અંતર્ભાવ થયો હશે અને જુમતિ શબ્દની અપેક્ષાએ વિપુલમતિ શબ્દ અસ્તિત્વમાં આવ્યો હશે. (૩) પછીના કાળમાં જુમતિ – વિપુલમતિના પ્રભેદો અસ્તિત્વમાં આવ્યા. આ પ્રભેદોની બાબતમાં જનપરંપરામાં બે પક્ષ જોવા મળે છે. કેટલાક આચાર્યોએ
જુમતિ – વિપુલમતિના પ્રભેદોનો ઉલ્લેખ કર્યો નથી, જ્યારે કેટલાક આચાર્યોએ એ પ્રભેદોની વિચારણુ કરી છે.
ઋજુમતિ - વિપુલમતિ :- સમગ્ર જેનપરંપરામાં આ બે ભેદના સ્વીકાર વિશે કશે મતભેદ નથી. આ ભેદોમાં અતિત્વ સમાન છે અને ઋજુત્વવિપુલત્વ વ્યાવર્તક લક્ષણ છે. મતિ અર્થ સંવેદન છે, ઋજુને અર્થ સામાન્ય ગ્રહણ અને વિપુલને અર્થ વિશેષગ્રહણ છે. જેમકે વિપુલમતિજ્ઞાનમાં “આણે વિચારેલે ઘડે કઈ ધાતુનો બનેલો છે?” કયાં રહેલું છે ? આદિ અનેક ઘટવિશેષતાઓનું જ્ઞાન થાય છે, જ્યારે જુમતિજ્ઞાનમાં “આણે ઘડાને વિચાર કર્યો” એવું અલ્પવિશેષતાવાળું જ્ઞાન થાય છે. 50 આથી અહીં સામાન્ય અર્થ વિપુલમતિજ્ઞાનની અપેક્ષાએ અલ્પવિશેષતાવાળું જ્ઞાન એવો કરવાનું છે, પણ સામાન્ય માત્રાનું ગ્રહણ એ કરવાનું નથી, કારણ કે સામાન્યમાત્રનું ગ્રહણ એ દશન છે 51.
જૈનાચાર્યોએ ઋજુમતિ - વિપુલમતિ શબ્દોને જ્ઞાનપરક, જ્ઞાતાપરક અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org