________________
૨૫ર
જૈનસંમતજ્ઞાન
બને છે કે, જ્યારે જિનભદ્ર વગેરે આચાર્યોના મત અનુસાર પરકીયમન મન:પર્યાયને વિષય બને છે.
ટીકાનિરપેક્ષ રીતે જોતાં ષખંડાગમમાં મનઃ પર્યાયાન માટે બે સોપાનો સ્વીકારાયાં છે : પ્રથમ સોપાનમાં પરકીયમનનું જ્ઞાન થાય છે અને દ્વિતીય સોપાનમાં પરકીય સંજ્ઞા, સ્મૃતિ આદિનું જ્ઞાન થાય છે. પ્રસ્તુત પ્રક્રિયાને બૌદ્ધસંમત ચેતોપરિયમન સાથે સરખાવી શકાય. મજિમનિકાય અને દીર્ધનિકોયમાં ઉલ્લેખ છે કે ચિત્ત વડે ચિત્તાન કરીને પરકીયચિત્તા સરાગ છે કે વીતરાગ છે ? દેષિત છે કે નિર્દોષ છે? મોહયુક્ત છે કે મેહરહિત છે? સંક્ષિપ્ત છે કે વિક્ષિપ્ત છે? વગેરે ચિત્તગત લાક્ષણિકતાઓનું જ્ઞાન થાથ છે. 13 વિશુદ્ધિમષ્યમાં પણ બે સોપાનનો ઉલ્લેખ મળે છે. પ્રથમ દિવ્યચક્ષાનથી અન્યહદયગત લેહીના રંગનું જ્ઞાન થાય છે અને તે પછી લોહીના તે રંગના આધારે તે ચિત્ત કેવું છે ? તેનું જ્ઞાન થાય છે. જેમકે લેહીને રંગ લાલ હોય તે ચિત્ત સૌમનસ્ય હોય છે, અને કાળો રંગ હોય તે ચિત્ત દૌમનસ્ય હોય છે. 44 અલબત્ત, અહીં દિવ્યચક્ષાનને ઉપયોગી છે. 45 યોગસૂત્રમાં પણ ચિત્તજ્ઞાન માટે હૃદયમાં સંયમ કરવાને ઉલ્લેખ મળે છે. 46
પખંડાગમત મા માનાં ઘફિવિંદત્તા શબ્દો અને મજિજમનિકાય દીઘનિકાયગત ચેતસા વેતો પરિરર શબ્દો વચ્ચે સામ્ય છે. આ સામ્યના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીનકાળમાં જૈન અને બૌદ્ધ પરંપરામાં ચિત્તજ્ઞાન માટે ઉપયુકત બે સપાને સ્વીકારાતાં હતાં. જે આ અનુમાન સાચું હોય તે પખંડાગમને ઉક્ત ભાગ જેનપરંપરામાં થતી મન:પર્યાયની વિચારણની પ્રારંભિક સ્થિતિ સૂચવે છે અને નિયુક્તિ કરતાં પણ એ ભાગ પ્રાચીન છે એમ માનવું પડે. વળી ભગવતીમાં (સુતાગમ ભાગ ૧, પૃ. ૪૭૬, ૪૭૮) કેવલીને પણું મનની પ્રવૃત્તિ હેવાને નિર્દેશ છે, તે ધ્યાનમાં લઈએ તે આ પ્રાચીન મત સિદ્ધ થાય છે.
નગીનભાઈ શાહના મત અનુસાર યોગીને પરકીયમનેદ્રવ્યનું પ્રત્યક્ષજ્ઞાન ન થાય છે અને તેના આધારે તે પરકીય ચિત્તવૃત્તિનું અનુમાન કરે છે. કે પ્રસ્તુત
મતને પખંડાગમ અને બૌદ્ધમત સાથે સરખાવી શકાય.
બૌદ્ધપરંપરામાં પરકીય મનને જાણવાના ચાર ઉપાય સૂચવવામાં આવ્યા છે : (૧) નિમિત્ત વડે, અર્થાત અસાધારણ ચિહનની મદદથી. (૨) અન્ય પાસેથી માહિતી મેળવીને કે આધ્યાત્મિક માધ્યમથી. (૩) વૈચારિક આંદોલને સાંભળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org