________________
'
અન:પર્યાયજ્ઞાન
૨૪૯
અધિકારી છે. 17 તેમાં પણ પ્રમત્ત નહિ, પરંતુ અપ્રમત્ત અધિકારી છે. 18 તેમાં પણુ હીયમાન ચારિત્રવાળા નહિ, પડતુ વધુ માનચારિત્રવાળા અધિકારી છે, 19 તેમાં પણ ઋદ્ધિરહિત નહિ, પરંતુ ઋદ્ધિવાળા અધિકારી છે. તેમાં પણ કેટલાક ઋદ્ધિપ્રાપ્ત મનુષ્યોતે જ આ જ્ઞાન થાય છે 21.
અવધિ પણ એક ઋદ્ધિ છે. તેથી કેટલાક આચાર્યો મન:પર્યાયની પ્રાપ્તિ માટે અવધિજ્ઞાનની અનિવાર્યતા માનતા હતા, એમ જિનદાસગણિ નોંધે છે. 22 તેઓએ અતે હરિભદ્રે આ માન્યતાને માત્ર ઉલ્લેખ કર્યો છે, ખંડન કર્યું નથી. મલયગિરિ આ માન્યતાનું ખંડન કરતાં કહે છે કે, સિદ્ધપ્રામૃત વગેરે ગ્રંથા અનુસાર અવધિ સિવાય પણ સીધું મન:પર્યાય પ્રાપ્ત થઈ શકે છે ૪. મલયગિરિ ઉપરાંત મોટા ભાગના આચાર્યને પણ આ જ મત ષ્ટિ હતા, એમ માનવુ પડે, કારણ કે આગમ પણ આ જ મતનું સમન કરે છે કે જીવને જ્યારે ત્રણ નાના હોય ત્યારે મતિ, શ્રુત અને અવધિ કે મતિ, શ્રુત અને મનઃપર્યાય હાય છે. 24 જિનભદ્રે પણ અવધિના પ્રતિપત્તા તરીકે મન:પર્યાયજ્ઞાનીના ઉલ્લેખ કર્યાં છે. 25 આમ મનઃપર્યાયની પ્રાપ્તિ માટે અવધિજ્ઞાન હોવુ અનિવાય નથી,
૩. મન:પર્યાયના વિષય :
મનઃપર્યાયના વિષય અંગે જૈન પરંપરામાં એ પક્ષ જોવા મળે છે. એક પક્ષ મન:પર્યાયને વિષય પરકીય મનાગત અથ` માને છે, જ્યારે બીજો પક્ષ પ્રકીય દ્રવ્યમન માને છે.
પ્રથમ પક્ષ નિયુ`ક્તિકાર ભદ્રબાહુ, દેવવાચક, પુષ્પદન્ત – ભૂતબલિ, ઉમાસ્વાતિ, પૂજ્યપાદ, અકલંક, વીરસેનાચાય, વિદ્યાનંદ આદિ આચાર્યો આ પક્ષનુ સમર્થન કરે છે. આથી પૂજ્યપાદ, વગેરે આચાર્યો પોતાની માન્યતાને અનુકૂલ મન:પર્યાય શબ્દગત મન: તે અ પકીય મનેાગત અથ કરે છે, 2
આ અર્થ મૂન' છે કે અમૂત તેની સ્પષ્ટતા નિયુ॰ક્તિ, નન્તિ અને ષટ્સ ડાગમમાં મળતી નથી. તેની સવપ્રથમ સ્પષ્ટતા ઉમાસ્વાતિએ કરી કે, અર્થ મનઃપર્યાયના વિષય રૂપી દ્રવ્યો છે 27.
ષટ્ખ્ખુ ડાગમના મત અનુસાર પરકીય મનેાગત સત્તા, સ્મૃતિ, મતિ અને ચિંતા અર્થાત્ મનૅજ્ઞાન ઉપરાંત અન્ય જીવનાં જીવન, મરણુ, સુખ, દુઃખ, લાભ, અલાભ, ક્ષેમ, અક્ષમ, ભય, રાગ અને નગરવિનાશ, દેશાદિવિનાશ, સતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુદૃષ્ટિ, દુવૃષ્ટિ, સુભિક્ષ તેમજ દુભિક્ષ વગેરે મનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org