________________
શ્રુતજ્ઞાન
૧૯૭ નાશ થવાનો પ્રસંગ પ્રાપ્ત થશે, તે તેનું સમાધાન એ છે કે, જીવ ઉત્પાદ. વ્યય અને ધ્રૌવ્ય ધર્મવાળા હોવાથી તેના નાશને પ્રસંગ આવશે નહિ.18 8 કારણ કે એક તરફ શ્રુતરાનપર્યાયને નાશ થતાં બીજી તરફ શ્રુતઅજ્ઞાનપર્યાયને ઉભવ થાય છે.12 8
(ખ) ભવ્ય – અભવ્ય જીવની દષ્ટિએ – નંદિમાં ભવ્ય-અભવ્ય જીવના એ દમાં શ્રતના આદિ-અંતની કરેલી વિચારણું દ્રવ્ય સાથે સંબંધિત હોવાથી અહીં રજૂ કરી છે. ત્યાં જણવ્યા અનુસાર ભવ્ય જીવનું શ્રુત સાદિ-સપર્યાવસિત છે, જ્યારે અભવ્ય જીવનું શ્રત અનાદિ અપર્યાવસિત છે, જિનભટ્ટે ઉક્ત બે ભંગે ઉપરાંત અનાદિ–સપર્યવસિતને પણ ઉલ્લેખ કર્યો છે૪૦ જિનદાસગણિ આદિ આચાર્યોએ સ્પષ્ટતા કરી કે સાદિ–અપર્યાવસિત ભંગ અહીં શકય નથી. મલયગિરિ તેનું એવું કારણ આપે છે કે આદિયુક્ત સમ્યક્ કે મિથ્યાશ્રુતને કાળાન્તરે પણ અવશ્ય અંત આવે છે. 131 સાદિ-સપર્વવસિત ભંગ સમ્યકૃતના સંદર્ભમાં છે, જ્યારે બાકીના બે મિથ્યાશ્રુતના સંદર્ભમાં છે. અલબત્ત, જિનદસગણિ તે બેને સામાન્યશ્રુત (અવિશિષ્ટિદ્યુત) ના સંદર્ભમાં સમજાવે છે. અનાદિઅપર્યાવસિત ભંગ અભવ્ય જીવના સંદર્ભમાં છે. જ્યારે બાકીના બે ભવ્ય જીવના સંદર્ભમાં છે. ઉક્ત ત્રણ અંગેની મલયગિરિએ આપેલી સમજૂતી આ
પ્રમાણે છે :
(૧) સાદિ-સંપર્યાવસિત – ભવ્ય જીવને સમ્યકૃત્વની પ્રાપ્તિને લીધે ઉપલબ્ધ થતું સમ્યફબ્રુત સાદિ છે અને તેને મિથ્યાત્વ કે કેવળની પ્રાપ્તિ થતાં તે સપર્યવસિત બને છે.
(૨) અનાદિ-સપર્યવસિત :- મિથ્યાદષ્ટિ ભવ્યજીવનું મિથ્યાશ્રુત અનાદિ છે અને તેને સમ્યકત્વની પ્રાપ્તિ થતાં તે ક્ષત સપર્યાવસિત બને છે.
(૩) અનાદિ..અપર્યાવસિત :– અભવ્યજીવન મિથ્યાશ્રુત અનાદિ છે અને તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ શક્ય ન હોવાથી તેના મિથ્યાશ્રુતનો અંત સંભવિત નથી.
() ક્ષેત્ર – નંદિમાં જણાવ્યા અનુસાર ક્ષેત્રની દૃષ્ટિએ ભરત આદિ પાંચ અને અરાવત આદિ પાંચ પ્રદેશમાં શ્રુત આદિ-સપર્યાવસિત છે, જ્યારે પાંચ મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં તે અનાદિ અપર્યાવસિત છે. 188 હરિભદ્ર ઉક્ત ક્ષેત્રગત કાળ સહિત સ્પષ્ટતા કરતાં કહે છે કે, ભરત આદિ પ્રદેશમાં સુખદુઃખમાં ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org