________________
૨૨૮
જેનસંમત જ્ઞાનચર્યા રા ગભૂત, ધૂમપ્રભાનારકેનું ૨ ગભૂત, તમ:પ્રભા નારકનું ના ગભૂત અને તમઃ તમ:પ્રભા નારકોનું ૧ ગભૂત છે. વખંડાગમમાં ઉક્ત ગાથા નથી, પરંતુ ધવલાટીકાકારે ઉક્ત પ્રમાણે ઉલ્લેખ્યું છે. 5s અકલંકે ઉક્ત પ્રમાણનું સમર્થન કરીને વિશેષ સ્પષ્ટતા કરી કે, આ પ્રમાણે નીચેની તરફનું છે. ઉપરની તરફનું પ્રમાણ પિતાપિતાના નરકાવાસના અંત સુધીનું છે અને તિરછું પ્રમાણુ અસંખ્યાત કોડાકડી યોજના છે. અકલંકે ઉપયુક્ત પ્રમાણે ઉત્કૃષ્ટ–જઘન્ય એવી ભેદરેખા સિવાય ઉલેખ્યું છે.1 56
જઘન્ય પ્રમાણ :- આવશ્યક નિયુક્તિમાં ઉપયુક્ત સામાન્યત: જઘન્ય પ્રમાણ બતાવ્યું છે, પણ પ્રત્યેક પૃથ્વીગત નારકના જધન્ય અવધિપ્રમાણની સ્પષ્ટતા નથી. જિનભદ્ર કહે છે કે, ત્યાં જે જઘન્ય પ્રમાણ (ગભૂતિને, ઉલ્લેખ છે, તે સાત પ્રકારના નારકોની ઉત્કૃષ્ટ અવધિગત અલ્પ પ્રમાણને સૂચવે છે. ધવલાટીકાકારે એનું સમર્થન કર્યું છે. પ્રત્યેક પૃથ્વીગત નારકાના જઘન્ય અવધિપ્રમાણની સ્પષ્ટતા કરતાં જિનભદ્ર કહે છે કે, પ્રત્યેક નારકનું જઘન્ય અવધિપ્રમાણ પિતાના ઉત્કૃષ્ટ અવધિપ્રમાણથી અડધે ગભૂત ઓછું છે. જેમ કે રત્નપ્રભા નારકનું સા ગભૂત છે અને એ રીતે તમતમ:પ્રભા નારકનું અડધો ગભૂત છે. આ રીતે જોતાં નારકોનું જઘન્યતમ અવધિપ્રમાણ અડધે ગભૂત છે. મલયગિરિએ ઉપર્યુક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય અવધિ પ્રમાણને ઉલ્લેખ કર્યો છે. 15 1 ધવલાટીકાકાર કાળપ્રમાણુની સ્પષ્ટતા કરતાં કહે છે કે, રતનપ્રભા નારકનું ઉત્કૃષ્ટ કાળમાન મુહૂર્તમાં એક સમય ઓછું છે અને બાકીની છ પૃથ્વીના નારકનું ઉત્કૃષ્ટ કાળપ્રમાણ અન્તમુહૂત છે.1 5 8
ઉત્કૃષ્ટ ક્ષેત્ર પ્રમાણ :- તત્ત્વાર્થમાં જણાવ્યા અનુસાર દેવો ચાર નિકાયમાં વિભક્ત છે. પ્રથમ નિકાયમાં અસુરકુમાર, નાગકુમાર આદિ દશા ભવનવાસી દે છે; દ્વિતીય નિકાયમાં કિન્નર આદિ આઠ વ્યંતરદેવે છે, તૃતીય નિકાયમાં સૂર્ય આદિ પાંચ તિક દે છે અને ચતુર્થ નિકાયમાં સૌધર્મ આદિ બાર વિમાનવાસી દે છે.15 9
પખંડાગમમાં ઉદ્ધત થયેલી ગાથામાં જણાવ્યા અનુસાર અસુરકુમારોનું ક્ષેત્રની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ અવધિપ્રમાણ અસંખેય કોટિ યોજન છે, જ્યારે બાકીના ભવનવાસી દેવોથી શરૂ કરીને જ્યોતિષી દેવ સુધી અર્થાત નાગકુમાર આદિ નવ ભવનવાસી દે, આઠ વ્યંતર અને પાંચ જ્યોતિષ્ક દેવોનું અવધિ પ્રમાણ અસંખ્યાત હજાર યોજન છે. અકલંક એનું સમર્થન કરે છે.16૦ આવશ્યક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org