________________
૨૧૨
જૈનસંમત જ્ઞાનચર્ચા નન્દિસૂત્ર :–નન્તિસૂત્રમાં અત્યંત આવશ્યક જણાતા છ પ્રકારોને જ ઉલ્લેખ મળે છે. આનુગામિક, અનાનામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ, અને
અપ્રતિપાતિ. આથી એમ માનવું પડે કે અવધિના પ્રકારોને ઘટાડવાની પ્રવૃત્તિ નિયુક્તિ પછીના કાળથી શરૂ થઈ ચૂકી હતી.
તત્વાર્થસૂત્ર :-તત્વાર્થમાં પણ છ જ પ્રકારને ઉલ્લેખ છે : અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત નત્ત્વિ અને તત્ત્વ
માં અવધિના ભેદોની સંખ્યા અને પ્રથમના ચાર પ્રકારની બાબતમાં સામ્ય છે, જ્યારે છેલ્લા બે પ્રકારમાં તફાવત છે. જેમકે નન્દ્રિમાં પ્રતિપાતિ-અપ્રતિપાતિ એ ભેદ છે, જ્યારે તવામાં અવસ્થિત-અનવસ્થિત એ ભેદો છે. અકલંકેતતાથના ભેદ ઉપરાંત નલ્ડિંગત પ્રતિપાતિ–અપ્રતિપાતિ એ બે ભેદોને પણ ઉલ્લેખ કર્યો છે કે એ રીતે તેમનું દ્રષ્ટિબિંદુ સમન્વયકારી દેખાય છે. વિદ્યાનન્દ પ્રતિપાતિ-અપ્રતિપાતિ એ બનેને તવાઈગત છે ભેદમાં અન્તભૂત કરે છે. અકલંક અને વિદ્યાનંદ ઉક્ત આઠ ભેદોને દેશાવધિ, પરમાવધિ અને સર્વાવધિમાં અંતર્ભત કરે છે. અલબત્ત અકલંક પરમાવધિને દેશાવધિ તરીકે ગણીને દેશાવધિ અને સર્વાવધિ એમ બે જ કક્ષા સ્વીકારે છે. આ બન્ને આચાર્યોએ પખંડાગમગત એકક્ષેત્ર–અનેકક્ષેત્ર એ ભેદોને ઉલ્લેખ કર્યો નથી. યશોવિજયજી નન્દિગત છ ભેદને ઉલ્લેખ કરે છે.* આમ જેમ જેમ સમય વીતી ગયા તેમ તેમ જૈનાચાર્યોનું દ્રષ્ટિબિંદુ અવધિના ભેની સંખ્યા ઘટાડવાનું, પ્રાચીન ભેદોને સમન્વય સાધવાનું અને પ્રાપ્ત ભેદોને વિશેષ વ્યવસ્થિત કરવાનું જણાય છે. છેલ્લે નન્દિગત છ ભેદ સ્થિર થયા.
ઉપયુક્ત ચારેય પરંપરામાં ઉલ્લેખાયેલા ભેદે અવધિજ્ઞાન સામાન્યને લાગુ પડે છે, કે માત્ર ગુણપ્રત્યયને જ લાગુ પડે છે, તેની સ્પષ્ટતા કરવી અહીં આવશ્યક છે : નિયુક્તિપરંપરાગત વિચારણા અવધિજ્ઞાન સામાન્યના સંદર્ભમાં છે એમ માનવું પડે, કારણ કે ત્યાં ક્ષેત્રપરિમાણ, 7 સંસ્થાનક, આનુગામિક–અનાનુગામિક અવસ્થિત5 ° અને દેશદ્વારમાં 1 થયેલી વિચારણા દેવ–નારક (ભવપ્રત્યય) તેમજ મનુષ્ય-તિય"ચ (ગુણપ્રત્યય) ને લક્ષમાં રાખીને થઈ છે. અંડાગમમાં ગુગપ્રત્યય પછી દેશાવધિ આદિ તેર પ્રકારોને ઉલેખ થયો છે. 52 આથી આ ભે ગુણપ્રત્યયને લાગુ પડી શકે એવું જણાય છે. પરંતુ ધવલાટીકાર એવી સ્પષ્ટતા કરે છે કે, આ ભેદી અવધિજ્ઞાન સામાન્યના જ છે, કારણ કે અવસ્થિત-અનવસ્થિત, અનુગામી અનનુગામી ભેદો ભવપ્રત્યયને પણ લાગુ પડે છે ? નન્દિસૂત્રમાં ક્ષાપશમિક (ગુણપ્રત્યય) ની વિચારણું પછી અનુગામી આદિ છે ભેદને ઉલ્લેખ54 છે. વળી મલયગિરિએ એક જ સૂત્રમાં ગુણપ્રત્યયની સાથે ઉક્ત છ ભેદોને સમાવિષ્ટ કર્યા છે. આથી એમ કહી શકાય કે ઉક્ત છ ભેદો ગુણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org