________________
૨૦૬
જૈનસ મત જ્ઞાનચર્ચા
થયા છે. આ નિયુ*ક્તિકારે તેને સાત પ્રકારે સમજાવ્યો છે : નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ.1 જેનું અવધિ એવું નામ રાખવામાં આવ્યું છે, તે નામાવવિધ છે. જેમાં અવધિની સ્થાપના કરવામાં આવી છે, તે સ્થાપનાવધિ છે. સ્થાપના બે પ્રકારની છે : (૧) મૂળ વસ્તુના આકાર વિનાની, જેમકે અક્ષ આદિ (૨) અને મૂળ વસ્તુના આકારવાળી, જેમકે અવધિજ્ઞાન સાથે સંકળાયેલાં દ્રવ્ય, ક્ષેત્ર અને સ્વામીના આકાર, એવી સ્પષ્ટતા જિનભદ્રે કરી છે.2 જેમ આલ કારિકાએ વ્યંગ્યા સાથે સંકળાયેલાં વ્યંજક શબ્દ, વ્યૂ જક અથ, વ્યંજના વ્યાપાર અને કાવ્યને ધ્વનિ તરીકે ઓળખાવ્યાં છે, તેમ નિયુ*ક્તિકારે પણ અવધિજ્ઞન સાથે સંકળાયેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને દ્રશ્યાદિ અવધિ તરીકે ઓળખાવ્યાં છે. જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, જે દ્ર, ક્ષેત્ર, કાળ, ભવ અને ઔયિકાદિ ભાવમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે; જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવને અધિજ્ઞાની જુએ છે અને અવધિની પ્રાપ્તિ માટે જે શરીર આદિ દ્રવ્યોની સહાય મળી છે, તે વ્યાદિને દ્રવ્યાવધિ ક્ષેત્રાવધિ, કાલાધિ, ભવાધિ અને ભાવાવધિ તરીકે ઓળખવામાં આવે છે. અવધિજ્ઞાન સ્વરૂપતઃ ક્ષાયે પશમિક ભાવમાં રહે છે.
નિયુક્તિ પછીના કાળના આચાર્યએ અવધિ શબ્દને વિવિધ પ્રકારે સમજાવ્યા છે ઃ
(૧) અવધિને મુખ્ય વ્યુત્પત્તિજન્ય અર્થ મર્યાદા છે, જેને. ઉલ્લેખ પૂજ્યપાદ જિતભદ્ર, મયગિરિ આર્દિ આચાર્યોએ કર્યાં છે. તત્ત્વા સૂત્રના ( રૂવિષ્યવષે: ૨-૨૮) આધારે ચૂર્ણિકારે કરેલી સ્પષ્ટતાને અનુસરીને મલગિર કહે છે કે, અવધિજ્ઞાન માત્ર રૂપી દ્રવ્યોમાં પ્રવર્તે છે, એ તેની મર્યાદા છે.ઉ અહી એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે કે મત્યાદિ ચારેય જ્ઞાન મર્યાદાવાળાં છે, તો આ નાતને જ કેમ અવધિ કહ્યું છે ? પ્રસ્તુત પ્રશ્નનું સમાધાન અકલંક એવુ`. આ પે છે કે, જેમ ગતિશીલ પદાર્થોમાં ગાય માટે જ ગા શબ્દ રૂઢ થયેા છે, તેમ મૃત્યાદિ ચાર જ્ઞાનામાં આ જ્ઞાન માટે જ અવધિ શબ્દ રૂઢ થયા છે, જ્યારે ધવલાટીકાકાર એનુ બીજી રીતે સમાધાન આપે છે કે, અવધિ સુધીનાં ચારેય નાના મર્યાદિત છે, પરંતુ અવધિ પછીનું કેવળજ્ઞાન અમર્યાદિત છે, એવું સૂચવવા માટે અવધિ શબ્દ પ્રયાજાયા છે.8 ધવલાટીકાકારે અહી અવધિને ચેાથા જ્ઞાન તરીકે ઉલ્લેખ્યુ હાવાથી એમ માનવું પડે કે કેટલાક આચાર્યો મતિ, શ્રુત, મન:પર્યાય અને અવિધ એવેા ક્રમ પણ સ્વીકારતા હશે. અકલંક અવધિના પ્રતિવૃદ્ધ જ્ઞાનધિજ્ઞાનમ્ એવી વ્યાખ્યા આપે છે, જ્યારે મલયગિરિ પ્રતિદ્વંદ્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org