________________
જેનસંમત જ્ઞાનચર્ચા
- અંગબાહ્ય વાહૂમય પૂર્વસમાસમાં અંતર્ભાવ પામે છે. આમ વખડાગમમાં અંગપ્રવિષ્ટ-અંગબાહ્યની જ વિચારણા થઈ છે, પરંતુ તે સ્વરૂપની દષ્ટિએ નથી, પણું પ્રમાણની દષ્ટિએ છે.
ધવલા ટીકાકારે કરેલી સ્પષ્ટતા પ્રમાણે પૂર્વના અવાન્તર વિભાગે વસ્તુ છે. વસ્તુના વિભાગે પ્રાભૂત છે. પ્રાભૂતના વિભાગોને પ્રાકૃતપ્રાભૂત તરીકે ઓળખાવ્યા છે. પ્રાભૃતપ્રાકૃત અનુગદ્દારોમાં વિભક્ત છે. અનુગદ્વારના અવાતર વિભાગને પ્રતિપત્તિ તરીકે ઓળખાવ્યા છે અને પ્રતિપત્તિના વિભાગે સંધાત છે. 119
નંદિગત ગમિક-અગમિક, અંગપ્રવિષ્ટ – અંગબાહ્ય, સાદિ– અનાદિ, પર્યાવસિત-અપર્યાવસિત ભેદે મોટે ભાગે જૈન આગમ સાથે સંબંધિત છે, જ્યારે બાકીના ભેદ વિશાળ અર્થમાં છે.
પરખંડાગમમાં મૃતના પાવયણ (પ્રાચન), વેદ આદિ ૪૧ પર્યાયવાચક બ્દ ને ધાયા છે. 18 સંભવ છે એ કાળમાં શ્રુત માટે ઉપયુક્ત થતા શબ્દોને ત્યાં સંગ્રહ કરવામાં આવ્યો હોય. આ શબ્દો શ્રતની વિશેષતાને સૂચક છે, જેની પષ્ટતા ધવલાટીકાકારે કરી છે. જેમકે પ્રવચન એટલે પૂર્વાપર દોષરહિત શબ્દસમૂહ અને વેદ એટલે ત્રિકાલવતી પદાર્થોને જ્ઞાતા,181 અર્થાત સિદ્ધાન્ત. વેદ વિશેષણની બાબતમાં એવું અનુમાન કરી શકાય કે બ્રાહ્મણ પરંપરાએ પિતાના રકાગમને વેદ તરીકે ઓળખાવ્યા હોવાથી જૈન પરંપરાઓ પણ પોતાના આગમને વેદ તરીકે ઓળખાવ્યા છે. (૮) મત અને શ્રુત :
ન પરંપરામાં મતિ અને શ્રુતના ભેદ-અભેદની બાબતમાં બે વિચારધારા જોવા મળે છે : મોટા ભાગના આચાર્યો તે બન્નેને ભિન્ન માને છે, જ્યારે કેટલાક આચાર્યો તે બનેને અભિન્ન માને છે.
" (ક) મતિ શ્રુતની ભિન્નતા : ભગવતીમાં બે જ્ઞાન તરીકે મતિ અને શ્રતને ઉલ્લેખ છે, બન્નેનાં આવારક કર્મો ભિન્ન છે, સ્થાનાંગમાં ગણિની આઠ સપમાં મતિ પત્ર અને શ્રુતસ પતને ઉલ્લેખ છે 1 8 2 આમ ઉપર્યુક્ત આગમમાં મતિ અને યુતને ભિન્ન માન્યાં છે ખરાં, પણ ત્યાં બન્ને વચ્ચેનું વ્યાવર્તક લક્ષણ જોવા મળતું નથી. એ લક્ષણ આપવાને પ્રાચીનતમ પ્રયાસ પૂર્વમાં થયેલું હતું, એવું જિનભદ્રે ઉલ્લેખેલી પૂવગત બે માથાના આધારે કહી શકાય? 5 '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org