________________
ટ
જનસંમત જ્ઞાનચર્ચા
કે ઉપઘાત થતાં નથી. શરીર ઉપર થતી હર્ષ–શેકાદિની અસર દ્રવ્યમને જન્ય છે. મલયગિરિ એનું સમર્થન કરે છે. (૨) જાગ્રત અવસ્થામાં મને બહાર જતું નથી; કારણ કે જીવરૂપ ભાવમન શરીરમાં જ વ્યાપ્ત હોવાથી બહિગમન કરી શકે નહિ,
જ્યારે દ્રવ્યમન અચેતન હોવાથી તે બહાર જઈને પણ શું કરે ? (૩) સ્વપ્નમાં મન બહાર જતું નથી, કારણ કે જગ્યા પછી અનુગ્રહ કે ઉપઘાતને અનુભવ થતું નથી. સ્વપ્ન વિજ્ઞાનમય હોવાથી હર્ષવિષાદની અનુભૂતિ વિજ્ઞાનનો ધર્મ છે, તેથી કશી વિસંગતિ આવતી નથી. સ્વનિજન્ય શુકખલનનું કારણ તીવ્ર અધ્યવસાય છે. જે તે વખતની રતિક્રિયા સત્ય હોય તો સ્વપ્નદષ્ટ યુવતિને રતિસુખ મળત. સત્યાનદિનિદ્રોદયમાંsa૦ મનનો વ્યંજનાવગ્રહ નહિ, પરંતુ શ્રોત આદિ ઈન્દ્રિયો હોય છે.
(૪) જાગ્રત અવસ્થામાં પણ મનને વ્યંજનાવગ્રહ થાય છે, કારણ કે ઉપયોગનું કાળમાન અસંખ્યય સમય છે; જીવ પ્રત્યેક સમયે મને દ્રવ્યનું ગ્રહણ કરે છે, મને દ્રવ્ય વ્યંજન છે, તેથી મનને વ્યંજનાવગ્રહ શક્ય છે, વળી, હૃદયાદિનું ચિંતન કરતી વખતે વ્યંજનાવગ્રહને નિવારી શકાય તેમ નથી. : ઉપયુક્ત પૂર્વપક્ષ જિનભદ્દે કેચિત કહ્યા સિવાય ઉલે છે. આમ છતાં એવું અનુમાન “વશ્ય કરી શકાય કે જિનભદ્રના કાળમાં કેટલાક આચાર્યો મનને વ્યંજનાવગ્રહ સ્વીકારતા હતા, એટલું જ નહિ, જિનભદ્ર પછીના કાળમાં પણ એ મત ચાલુ રહ્યો હતો, કારણ કે જિનદાસગણિ મનને વ્યંજનાવગ્રહ સ્વીકારે છે. તેમણે સ્વીકારેલે સ્વપક્ષે જિનભદ્ર રજૂ કરેલા પૂર્વપક્ષ સાથે સામ્ય ધરાવે છે, અલબત્ત, જિનદાસગણિએ સ્વશરીરગત હૃદયાદિના સંબંધનો ઉલ્લેખ કર્યો નથી. હરિભક અને કહીને કોઈને પણ નામનિશ સિવાય જિનદાસગણિને મત પૂર્વપક્ષમાં મૂકીને, તે અનાષ છે, એમ કહીને તેનું ખંડન કર્યું છે. મલયગિરિ આ ચર્ચામાં ઉતર્યા નથી, પરંતુ યશવિજયજીએ ઉક્ત ચર્ચા સંક્ષેપમાં ઉતારી છે. 521
આ ઉપર્યુક્ત પૂર્વપક્ષનું ખંડન કરતાં જિનભદ્ર કહે છે કે, વ્યંજનાવગ્રહ, ગ્રાહ્ય વસ્તુના ગ્રહણમાં હોય છે. શબ્દ આદિ ક ગ્રાહ્ય છે તેથી તેઓને બે જનાવગ્રહ શક્ય છે. જ્યારે મન ગ્રાહ્ય નથી, પણ ગ્રહણ કરનારું છે તેથી તેને વ્યંજનાવગ્રહ શકી નથી. જે સ્વશરીરસ્થ હૃદય આદિના સંબંધને હેતુભૂત ગણીને મનને પ્રાયકારી માનવામાં આવે તે તમામ જ્ઞાન છવ સાથે સંબંધ હોવાથી પ્રાપ્યકારી ગણવા લાગશે. યશોવિજયજી કહે છે કે પ્રાપ્ય-અપ્રાકારિત્વની વ્યવસ્થા બાહ્યાની અપેક્ષાએ છે. જિનમ કહે છે કે મનની બાબતમાં પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org