________________
જરૂર
જૈનસંમત જ્ઞાનચર્ચા
- (૧) સન્નિકર્ષ :- શબ્દ અન્ય સ્થળેથી આવીને ક્ષેત્રને પ્રાપ્ત કરે છે (જિનભદ્ર). જે શ્રોત્રેન્દ્રિય દૂરના જ શબ્દને સાંભળી શકતી હોય તો શ્રોત્રંગત મછરના શબ્દો સાંભળી શકત નહિ. ૬ (અકલંક ).
. (૨) દરવનકટવ અને અભિઘાત - દૂરનિકટની પ્રતીતિ શબ્દપુદ્ગલેની વેદશક્તિના કારણે થાય છે. 5 17 (અકલંક). આવી પ્રતીતિ ગંધની બાબતમાં પણ થતી હોવાથી દૂરનિકટવ અપ્રાકારિત્વ સિદ્ધ કરી શકે નહિ. 5 5 8 ( વિદ્યાનંદ). વસ્તુતસ્તુ દૂરથી આવેલે શબ્દ ક્ષીણુશક્તિવાળા હોવાથી તે ખિન્ન કે અસ્પષ્ટ સંભળાય છે. અલબત્ત રૂપની બાબતમાં પણ દૂરનિકટની પ્રતીતિ થાય છે, પરંતુ ભેદ એ છે કે ચક્ષને વિષયકૃત અનુગ્રહ-ઉપઘાત થતું નથી, 55 છે જે શ્રોત્રને થાય છે. જે શ્રોત્ર અપ્રાપ્યકારી હોય તે અનુકૂલપ્રતિકૂલ વાયુ શબ્દના શ્રવણું–અશ્રવણમાં કારણભૂત ન બનત. ૩૦૦ (મલયગિરિ ) સૂર્યનાં તીવ્ર કિરણે ભાસુર રૂપથી પરાવર્તન પામીને ચક્ષુ સાથે જોડાઈને ચક્ષને અભિઘાત કરે છે, જ્યારે શબ્દથી કશું પરાવર્તન પામતું નથી. ૦૩ (પ્રભાચ%). - (૩) બંધ મકાનમાંથી અનુભૂતિ :- બંધ બારણાવાળા મકાનમાંથી ગધની પણ અનુભૂતિ થતી હોવાથી તે શબ્દની અપ્રાયકારિતા સિદ્ધ કરી શકે નહિ. (રત્નપ્રભાચાય5 62).
(૪) ચાંડાલભ્ય દોષ - શ્રોત્રને પ્રાયકારી માનવાથી ચાંડાલાફત, શબ્દ શ્રોત્રિયને સ્પશે, પરિણામે ચાંડાલસ્પર્શષ પ્રાપ્ત થાય, એવી શંકાનું સમાધાન એ છે કે, સ્પર્શાસ્પર્શની વ્યવસ્થા કાલ્પનિક છે, પારિમાર્થિક નહિ. જે ચાંડાલની પાછળ ચાલતા ક્ષેત્રિયને પૃથ્વી, વાયુ અને ગંધને સ્પર્શ થતો હેવા છતાં સ્પર્શદોષ ન ગણવામાં આવતું હોય તે શબ્દની બાબતમાં પણ તે ન ગણુ જોઈએ. ૩૦૪ (મલયગિરિ).
(૫) શ્રોત્રેન્દ્રિય અને ધ્રાણેદ્રિયનું સામ્ય - શોન્દ્રિયને લાગુ કરવામાં આવેલાં શંકા સમાધાન પ્રાણને પણ લાગુ પડે છે, કારણ કે બન્ને ઇન્દ્રિયોમાં સામ્ય જોવા મળે છે. જેમકે, (૧) બંને ઈન્દ્રિય દૂરના વિષયને પ્રહણ કરે છે. (૨) ગંધ અને શબ્દ બંને કુટિ આદિ વ્યવધાન ને ભેદવા સમર્થ છે અને વ્યવધાનથી ટકરાઈને નીચે પડતાં નથી. (૩) બંને બાહથેન્દ્રિયને વિષય છે. (૪) બંનેનાં દ્રવ્યો સૂક્ષ્મ હોવાથી ચક્ષુથી દેખાતાં નથી. (૫ જે શબ્દને અમૂર્ત અને સર્વગત માનવામાં આવશે તે ગંધને પણ તેવી માનવી. પડશે. (૬) બંને અભાવ પદાર્થની જેમ અસ્વતંત્ર હોવાથી તેમાં મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org