________________
૧૭૪
જેનસંમત જ્ઞાનચર્ચા - પૂજ્યપાદે તત્ત્વાર્થસૂત્રગત વિચારણની કરેલી સ્પષ્ટતા અનુસાર સંજ્ઞાને અર્થ (૧) હિતપ્રાપ્તિની અને અહિત પરિહારની પરીક્ષા, (૨) નામ, (૩), જ્ઞાન, (૪) કે આહારાદિસંજ્ઞા એ નથી, પરંતુ સમક્તા છે. આથી ગભ, અંડ, મૂર્ણિત અને સુષુપ્તિ આદિ અવસ્થાઓમાં હિત-અહિત પરીક્ષાનો અભાવ હોવા છતાં મનની હાજરીના કારણે તેઓ સંસી બનવા પામે છે.11 3 પૂજ્યપાદની વિચારણું નંદિગત હેતુવાદની નજદીક છે. છેલ્લે પૂજ્યપાદની વિચારણા સ્થિર થઈ છે.
વિદ્યાનંદના મતે અમનસ્ક જીવોને પણ સ્મરણસામાન્ય, ધારણા સામાન્ય, અવાયસામાન્ય અને અવયવસામાન્ય હોય છે, તેથી શિક્ષા -ક્રિયા-કલાપનું ગ્રહણ એ સંજ્ઞા છે.114 એનો અર્થ એ થયો કે સંજ્ઞી-અસંસીના બાવર્તક લક્ષણમાં ઉમાસ્વાતિએ ઉલ્લેખે ઈહા–અપહને સમાવેશ થઈ શકશે નહિ.15 આ પરિસ્થિતિમાં ભાવમન જ તેનું વ્યાવર્તક લક્ષણ બને છે. પ્રસ્તુત વિચારણાને નંદિસંમત હેતુવાદ વિચારણું સાથે સરખાવી શકાય.
આમ જે નાચાર્યોએ કરેલી વિચારણા અનુસાર સંસી--અસંતીના વગી". કરણના સંદર્ભમાં સંજ્ઞાને અર્થ નામ, જ્ઞાન,116 આહારાદિ સંજ્ઞા, કે પ્રત્યભિજ્ઞાન નથી, પણ મને વ્યાપાર 111 કે મને વિજ્ઞાન આદિ વિવિધ અર્થો છે. છેલ્લે મનસહિત છ સંજ્ઞી અને મનરહિત છ અસંગી એ અર્થ સ્થિર થયો. આહારાદિ સંજ્ઞાગત અવગ્રહણનું કારણ આપતાં જિનભદ્રાદિ આચાર્યો કહે છે કે, આહારાદિ સંજ્ઞાગત ઓધ સંજ્ઞા અત્યપ છે, અને બાકીની આહારાદિ સંજ્ઞા મટી હેવા છતાં શોભના નથી, જ્યારે અહીં શોભના સંજ્ઞા અભિપ્રેત છે.11 3
(૫) સમ્યફ – (૬) મિથ્યાશ્રુત : નંદિમાં સમ્યફ અને મિથ્યાશ્રતની વિચારણું સ્વરૂપ અને સ્વામિત્વની દૃષ્ટિએ થયેલી છે :
(૧) સ્વરૂપતઃ સમ્યફ મિથ્યાશ્રુત : તીર્થક સર્વજ્ઞ હેવાથી કદાપિ મિથ્યા ઉપદેશ આપે નહિ. તેથી તેમણે આપેલે ઉપદેશ સભ્યશ્રત છે. જેમકે આચારાંગ–આદિ ગણિપિટક, જ્યારે મિથ્યા દષ્ટિ જીવ અજ્ઞાની હોવાથી તેઓએ રચેલું ભારત, રામાયણ, બુદ્ધવચન,લેકાયત આદિ મિથ્યાશ્રુત છે. 119 અહીં જિનભદ્ર આદિ આચાર્યોએ સ્પષ્ટતા કરી છે કે અંગબાહ્યગ્રંથને પણ સમાવેશ સમકશ્રુતમાં સમજી લેવાને છે.12 ? * નંદિમાં અપાયેલાં મિથ્યાશ્રુતનાં ઉદાહરણગત ભારત શબ્દને ઉલ્લેખ સૂચવે છે કે નંદિના કાળમાં જય પછી ભારત નામાભિધાન અસ્તિત્વમાં આવ્યું હતું. અને મહાભારત શબ્દ જ્ઞાત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org