________________
૧૧૪
જેનસંમત જ્ઞાનચર્ચા
કાળમાં ચાલતા મતે નોંધ્યા હશે.
મિશ્રિત–મતિ - જિનભસંમત દ્વિતીય અર્થઘટન અનુસારી નિશ્રિતઅનિશ્રિતને મલયગિરિ અનુક્રમે મિશ્રિત-અમિશ્રિત તરીકે ઓળખાવે છે. ' - નિઃસ્કૃત-અનિ:શુd :- પૂજ્યપાદ, અકલંક, ધવલાટીકાકાર આદિ આચાર્યો આ પ્રકારનું સમર્થન કરે છે. અલબત્ત, ઉમાસ્વાતિએ અનિશ્રિત–નિશ્રિત શબ્દને જ ઉપયોગ કર્યો છે. પૂજ્યપાદે કરેલી સ્પષ્ટતા અનુસાર સમસ્ત પુગલે બહાર નીકળી ચૂકે તે પહેલાં થતું વસ્તુનું જ્ઞાન અનિઃસૃત છે. 21 જેમકે સાડીનું
ડું વર્ણન સાંભળતાં વાર જ સમગ્ર સાડીનું જ્ઞાન થવું તે,498 અથવા ઘડાને નીચેને ભાગ જોતાં સમગ્ર ઘટનું જ્ઞાન થવું તે.*93 ધવલાટીકાકાર અનિઃસૃતના અર્થઘટનમાં પૂજ્યપાદને અનુસરે છે, પરંતુ વસ્તુના એકદેશના જ્ઞાનને નિઃસૃત માને છે. અનિ મૃત અનુમાન નથી એવી સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે કે, અનુમાનમાં લિંગથી ભિન્ન વિષયનું જ્ઞાન થાય છે, જ્યારે અહીં તેવું નથી. તેઓ ઉપમાન, પ્રત્યભિજ્ઞાન અને અનુસંધાનને અંતર્ભાવ અનિઃસૃતમાં માને છે. જાતિ દ્વારા બહુ અર્થોનું જ્ઞાન થવું તે અનુસંધાન છે.* *
- પૂજ્યપાદના કાળના કેટલાક આચાર્યો તત્ત્વાર્થના ઉકત સૂત્રમાં ક્ષિપ્ર પછી નિઃસૃત એવો પાઠ સ્વીકારતા હતા. તેમના મતે શબ્દસામાન્યનું ગ્રહણ અનિવૃત છે, જ્યારે આ શબ્દ મેરને છે એવું વિશિષ્ટજ્ઞાન નિઃસૃત છે. આમ તેઓ અનિઃસૃત કરતાં નિઃસૃતની કક્ષા ઊંચી માનતા હતા. પર તુ પૂજ્યપાદ આદિ પરવતી આચાર્યોએ એ અર્થધટન સ્વીકાર્યું નથી, અલબત્ત પૂજ્યપાદે એનું ખંડન પણ કર્યું નથી.
(૯) (૧૦) ૩–મનુજી કે નિશ્ચિત-અનિશ્ચિત :- તત્ત્વાર્થપરંપરાના આચાર્યો ઉક્ત-અના ભેદોને સ્વીકાર કરે છે.49 6 જ્યારે જિનભદ્રીય પરંપરાના આચાર્યો અને યશોવિજયજી નિશ્ચિત-અનિશ્ચિત ભેને સ્વીકાર કરે છે. બન્ને પ્રકારનાં નામ અને અર્થ ભિન્ન ભિન્ન છે. ' ' (ક) ક-મનુ :- પૂજ્યપાદ કહે છે કે અન્યના ઉપદેશથી થતું ગ્રહણ ઉક્ત છે, જયારે અભિપ્રાયથી થતું ગ્રહણ અનુક્ત છે. અકલંક ઉદાહરણ દ્વારા સ્પષ્ટતા કરે છે કે, “આ ગાયને શબ્દ છે જેવું પરે પદેશથી થતું જ્ઞાન ઉક્ત છે, જ્યારે બે રંગનું મિશ્રણ કરતા અન્યને જોઈને તેના કહ્યા સિવાય જ જાણી લેવું કે તે અમુક રંગ તૈયાર કરશે એ જ્ઞાન અનુક્ત છે ધવલાટીકાકારે કરેલી સ્પષ્ટતા અનુસાર એક ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ વખતે અન્ય ઈદ્રિયજન્ય ગુણનું જ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org