________________
માતજ્ઞાન
જિનદાસગણિ, હરિભક, મલયગિરિ અને યશોવિજયજીએ એ ત્રણેય અર્થોનું સમથનn 4 કર્યું છે. વ્યંજનને વપરક અથa 7 5 શ્રુતજ્ઞાનમાં ઉપયોગી હોવાથી તેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે.
(૧) સ્વરૂપ - ચક્ષુ અને મન અપ્રાપ્યકારી હોવાથી તેઓને વ્યંજનાવગ્રહ નથી અને ઘાણ આદિ ચાર પ્રાપ્યકારી ઇન્દ્રિયોને જ વ્યંજનાવગ્રહ છે, એ અંગે નંદિ, ષટ્રખંડાગમ અને તત્વાર્થ પરંપરાના આચાર્યો એકમત છે. 21 6 એને અર્થ એમ થયું કે વ્યંજનાવગ્રહમાં ઈન્દ્રિય અને અર્થને સંયોગ થાય છે. આમ છતાં તેને સ્વરૂપ વિષે બે પરંપરા જોવા મળે છે : (૧) જિનભદ્ર આદિ આચાર્યો દ્રવ્ય અને ઇન્દ્રિયના સંગને વ્યંજનાવગ્રહ માને છે. 11 જેમકે, શબ્દદ્રવ્ય અને કણેન્દ્રિયનો સંગ, (૨) જ્યારે પૂજ્યપાદ આદિ આચાય પુણના અવ્યક્ત ગ્રહણને વ્યંજનાવગ્રહ માને છે. 7 8 જેમકે દર્શન પછી શબ્દનું અવ્યગ્રહણ. અલબત્ત, આ બન્ને માન્યતામાં આંશિક વિસંગતિ રહેવા પામે છે. જેમકે -'.
જિનભદ્ર આદિ આચાર્યસમત વ્યંજનાવગ્રહનું સ્વરૂપ જોતાં (૧) વ્યંજનાવગ્રહના ચાર ભેદ અને (૨) અપ્રાયકારી હોવાના કારણે ચડ્યું અને મનના વ્યંજનાવગ્રહને અભાવ, એ બન્ને વિગતે સુસંગત બનવા પામે છે, પરંતુ, વિષય અને ઇન્દ્રિયને સંયોગ જ વ્યંજનાવગ્રહ હોવાથી તેની પૂર્વે દર્શનને અવકાશ, રહેતું નથી. અલબત્ત, જિનભદ્ર અને યશોવિજયજીએ દર્શન, આલોચન અને અવગ્રહને અભિન્ન માનીને ઉક્ત વિસંગતિ ટાળી છે. આ બન્ને આચાર્યો અવગ્રહને અનાકારરૂપ (દર્શનરૂપ) માને છે.2 1 9 અને અવગ્રહની પૂર્વે આલોચન સ્વીકારતા નથી.28 આથી તેઓ દર્શન અને અવગ્રહને એકરૂપ માનતા હોય તેમ જણાય છે. માલધારિ હેમચન્દ્રસૂરિ આલોચનને અર્થાવગ્રહરૂપ માને છે. પરંતુ દર્શન પછી અવ ગ્રહ સ્વીકારે છે. 8 (ક)
પૂજ્યપાદરા 8 (ખ), ધવલાટીકાકાર અને હેમચન્દ્ર આદિ આચાર્યોએ એક તરફ અવગ્રહની પૂર્વે દર્શનને સ્થાન આપીને દર્શનશાનની વ્યવસ્થા કરી અને વ્યંજનાવગ્રહને અવ્યક્તગ્રહણરૂપ માનીને ઉક્ત વ્યવસ્થાને સુસંગત કરી,281 જ્યારે બીજી તરફ ચક્ષુ અને મન સિવાયની ચાર પ્રાયકારી ઇન્દ્રિયોને જ વ્યજનાવગ્રહ સ્વીકારીને પરંપરાપ્રાપ્ત ભેદ વ્યવસ્થાનું સમર્થન કર્યું. 2 81(ક) પરિણામે તેમણે કરેલી દર્શન-જ્ઞાનની વ્યવસ્થા અને વ્યંજનાવગ્રહના ચાર ભેદોનો સ્વીકાર પરસ્પર વિસંગત બનવા પામ્યાં, કારણકે દર્શન પછી અને અર્થાવગ્રહની પૂર્વે વ્યંજનાવગ્રહ પ્રાપ્ત થતું હોવાથી વ્યંજનાવગ્રહની પૂર્વે દર્શન વખતે જ વિષયેન્દ્રિયસંયોગ થઈ ચૂક્યો છે. 2 8 2 આથી વ્યંજનાવગ્રહને વિષયેન્દ્રિયોગ સાથે સંબંધ રહેતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org