________________
મતિજ્ઞાન
મલયગિરિ અનુમાન અને હેતુને અનુક્રમે જ્ઞાપક અને કારક તરીકે ઓળખાવે છે. (૩) અનુમાન આત્મપ્રત્યાયક છે, જ્યારે હેતુ પરાર્થોનુમાનમાં ઉપયોગી છે. હરિભદ્ર અને મલયગિરિ તેઓને અનુક્રમે સ્વાર્થનુમાન અને પરાથનુમાન તરીકે ઓળખાવે છે. હo
ઉદાહરણ :- કેટલાક યુવાનોએ એક રાજા પાસે જઈને કહ્યું કે, “આપ હંમેશાં યુવાનને જ પાસે રાખે, વૃદ્ધોને નહિ, આથી આ માટે નિર્ણય કરવા રાજાએ ક્રમશઃ યુવાને અને વૃદ્ધોને એક જ પ્રશ્ન પૂછ્યો કે મારા માથામાં લાત મારે તેને શી શિક્ષા કરવી ?” યુવાનોએ તુરત જ જવાબ આપ્યો કે, તેના તલ જેવડા ટુકડા કરવા,' જ્યારે વૃદ્ધોએ એક તરફ જઈને વિચાર કર્યો કે, આવા પરાક્રમી પુરુષના માથામાં તેની પ્રિયતમા સિવાય બીજુ કઈ લાત મારી શકે જ નહિ. આથી તેઓએ જવાબ આપ્યો કે તેને સત્કાર કરે.' આ સાંભળી રાજા પ્રસન્ન થયો અને હમેશાં વૃદ્ધોને જ પાસે રાખવા લાગે. વૃદ્ધોની આ બુદ્ધિ રિણાવિક છે. 2 61
ધવલાટીકાકારના મત અનુસાર જાતિવિશેષથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ વારિorમિકી છે. તેઓ ઔત્પત્તિકી, વૈનાયિકી અને કમાથી ભિન્ન બુદ્ધિને અંતર્ભાવ પરિણામિકીમાં માને છે. તેઓ બન્ને વચ્ચે ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, જાતિવિશેષમાં ઉત્પન્ન થયેલી બુદ્ધિ પરિણામિકી છે, જ્યારે જન્માંતરમાં વિનયજનિત સંસ્કારથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ મૌરવત્તિ 62 છે.
કમ : તિલેયપત્તિમાં ઓત્પત્તિકી, પરિણામિકી, વૈનાયિકી અને કમજા એવો ક્રમ છે, જ્યારે આ નિયુક્તિ અને ધવલાટીકામાં ઓત્પત્તિકી, વૈનચિકી, કમજા અને પરિણામિકી એવો ક્રમ છે, જે વિશેષ યુક્તિસંગત છે. કારણ કે પરિણામિકી કમજ, વનવિકી અને ઔપત્તિકી ઉત્તરોત્તર સૂક્ષ્મ-મૂતર છે. (૬) કૃતનિતિમતિ :
આ૦ નિર્યુક્તિમાં મતિજ્ઞાન સામાન્યના અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એમ ચાર ભેદોને ઉલ્લેખ છે. નંદિમાં આ ચાર ભેદ અને તેના પ્રભેદો મૃતનિશ્રિતના ભેદો તરીકે છે, જ્યારે તત્વાર્થ અને પખંડાગમમાં એ ભેદ મતિજ્ઞાનસામાન્યના છે. આ અંગેની વિચારણે પૂર્વે થઈ ગઈ છે. પ્રાચીન આગમાં પ્રાપ્ત થતા અવગ્રહની વિચારણા મતિભેદોની ચર્ચા વખતે થઈ ચૂકી 62 () છે. વ્યંજન શબ્દને ઉલ્લેખ સૂત્રકૃતાંગ અને સમવાયાંગમાં મળે છે પણ તે પાપના પ્રસંગમાં નિર્દિષ્ટ હેઈ તેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org