________________
૪૦
જૈનસંમત જ્ઞાનચર્ચા ભગવતમાં મતિની ક્ષેત્રાદિ વિચારણામાં વાસ અને ળ વાર એમ બે પાઠ મળે છે, જ્યારે મંદિરમાં ન સહ પાઠ મળે છે. જિનદાસગણિ આદિ આચાર્યો દર્શન સ્વીકારતા હોવાથી તેઓને નંદિગત પાઠને જુદી જુદી રીતે સમજવા પડ્યો છે : વાસ એટલે મતિજ્ઞાની ધર્માસ્તિકાય આદિને પૂર્ણપણે (અર્થાત સવ પર્યાયના સંદર્ભમાં જોતો નથી. હરિભદ્રને અનુસરીને મલયગિરિએ સ્પષ્ટતા કરી કે યોગ્ય દેશમાં રહેલા શબ્દાદિને તે જુએ છે. (૨) મૃતનિશ્ચિતમતિજ્ઞાની સૂત્રના આદેશથી કેટલાક અર્થોને નણે છે, સવને નહિ. ઉક્ત બને સમજૂતીએ જિનભદ્રા નુ સારી છે કે 5 8
અભયદેવસૂરિ ભગવતી સૂત્રગત બે પાઠમાંથી પાટુ પાઠ સ્વીકારે છે અને અવગ્રહ-ઈહાને દર્શનરૂપ માનીને તેને સમજાવે છે. 25 9 અવગ્રહ-ઈહાને દર્શન માનો મત સિદ્ધસેન દિવાકર પહેલાં પણ અસ્તિત્વમાં હતો એવું અનુમાન કરી શકાય, કારણ કે સિદ્ધસેન દિવાકરને એનું ખંડન કરવાની ફરજ પડી છે. ૦
જિનભદ્ર પણ આ મતનું સમર્થન કરતા હોય તેમ જણાય છે, કારણ કે, તેઓ સમ્યક્ત્વ અને શ્રુતના ભેદની વિચારણમાં અવગ્રહ-ઈહા દર્શનરૂપ છે એવું દષ્ટાંતરૂપ, કેચિત કહ્યા સિવાય જણાવે છે અને અવગ્રહને સ્પષ્ટ શબ્દોમાં અનાકારરૂપ કહે છે. 261 આ મત જિનભદ્ર પછીના કાળમાં પણ ચાલુ રહ્યો હોય એમ કહી શકાય, કારણ કે અકલંક, ધવલાટીકાકાર, વિદ્યાનંદ અને હેમચન્દ્રને સિદ્ધ કરવું પડયું છે કે, દર્શન એ જ્ઞાનથી ભિન્ન છે, અભયદેવસૂરિએ સ્પષ્ટ શબ્દોમાં ઉક્ત મત સ્વીકાર્યો છે. યશોવિજયજી2 01 (ક) એક તરફ અવગ્રહને દર્શનારૂપ માનતા જણાય છે. તે બીજી તરફ તેઓ દર્શનને પ્રમાણિકટિથી (જ્ઞાનથી) બહાર રાખે છે.
સિદ્ધસેન દિવાકર આદિ આચાર્યોની ઉક્ત મતના વિરોધમાં દલીલે આ પ્રમાણે છે : સિદ્ધસેન દિવાકર કહે છે કે, જે અવગ્રહને દશનરૂપ માનવામાં આવશે તો જ્ઞાનો પગ આઠ પ્રકારનો છે અને દર્શનોપયોગ ચાર પ્રકારનાં છે, 202 એ વ્યવસ્થામાં અને મતિભેદોની ૨૮ની સંખ્યામાં વિસંગતિ ઉપસ્થિત થશે. અકલંક કહે છે કે, જે કારણે ભિન્ન ભિન્ન હોય તે તેમાંથી જન્મતાં કાર્ય પણ ભિન્ન ભિન્ન હોય છે. કારણભૂત દર્શનાવરણ અને જ્ઞાનાવરણ પરસ્પર ભિન્ન છે તેથી કાયભૂત દર્શન અને જ્ઞાન પરસ્પર ભિન્ન છે. ધવલાટીકાકાર અને વિદ્યાનંદ દર્શનને કારણરૂપ અને જ્ઞાનને કાયરૂપ કહીને બંનેનું ભિન્નત્વ સિદ્ધ કરે છે. વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, દર્શનથી અવગ્રહજ્ઞાન જન્મતું હોવા છતાં અવગ્રહના ઈન્દ્રિયમનો જન્યત્વમાં વિસંગતિ આવતી નથી, કારણ કે તેનું ઈન્દ્રિયમને જન્યત્વ પારંપરિક સમજવાનું છે. હેમચન્દ્ર કહે છે કે, દર્શનનું પરિણામ અવગ્રહ છે. 2 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org