________________
જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન
કમ દર્શન પછી જ્ઞાનેના વિશે શી-તિરૂયી. પૂજ્યપાદીય પરપરાએ કરેલી સ્પષ્ટતા અનુસાર અવગ્રહની પૂર્વે દર્શન હોય છે, વ્યંજનાવગ્રહ અવ્યક્ત હોય છે, જ્યારે અર્થાવગ્રહ વ્યક્ત હોય છે.28 6 અવ્યક્તતર>અવ્યક્ત > અને વ્યક્તિ પ્રતીતિ અનુક્રમે દર્શન વ્યંજનાગ્રહ અને અર્થાવગ્રહ છે. જેમકે બગલીને જોઈને એતત કિંચિત્ વસ્તુ એવી પ્રાથમિક પ્રતીતિ દર્શન છે અને તે પછી ઈદ રૂપમ્ એવી પ્રતીતિ અર્થાવગ્રહ છે.
વિષયેન્દ્રિયસંગને વ્યંજનાવગ્રહ માનતા આચાર્યો જિનભદ્ર અને યશેવિજયજી અવગ્રહને જ દર્શનરૂપ માનતા હોવાથી કશી વિસંગતિ ઉપસ્થિત થતી નથી,2 6 6 જ્યારે હરિભદ્રીય વ્યવસ્થામાં વિસંગતિ ઉપસ્થિત થાય છે. કારણ કે તેઓ એક તરફ દર્શન પછી અવગ્રહ સ્વીકારે છે, જ્યારે બીજી તરફ વિષયેન્દ્રિયસંયોગને જ વ્યંજનાવગ્રહ માને છે 2 છે ? આથી વ્યંજનાવગ્રહની પૂર્વે દર્શનને અવકાશ રહેતું નથી. સંભવ છે, આ મુશ્કેલી મલયગિરિના ધ્યાનમાં આવી હતી, પરિણામે તેમણે અવગ્રહની વિચારણામાં દશનની ચર્ચા કરી નથી 2 છે 3
(ખ શ્રુતજ્ઞાનીને પ્રાપ્ત થતું દર્શન : આ અંગે બે પરંપરા જોવા મળે છેઃ જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો શ્રુતજ્ઞાનીને અચક્ષુદર્શન હોય છે એમ માને છે, જ્યારે જિનભદ, જિનદાસગણિ, હરિભદ્ર, મલયગિરિ આદિ આચાર્યો શ્રુતજ્ઞાનને અચક્ષુદર્શન નથી એમ માને છે. શ્રુતજ્ઞાનની નંદિગત વિચારણામાં ઘાસરું અને
ઘાસ એમ બે પાઠભેદો હતા, તેમાં જિનભદ્રકાલીન કેટલાક આચાર્યો સફ પાઠ સ્વીકારતા હતા અને તેની સંગતિ અત્યક્ષદર્શનના સંદર્ભમાં બેસાડતા હતા, જ્યારે જિનભદ્રને આ વ્યવસ્થા સ્વીકાર્ય ન હતી. તેમણે બે વાસદ્ પાઠ સ્વીકાર્યો હતો, તેની સંગતિ પાયાના સંદર્ભમાં બેસાડી, અચક્ષુદર્શનના સંદર્ભમાં નહિ.2 છે? જિનદાસગણિ વાર પાઠ સ્વીકારે છે, પણ તેની સંગતિ જિનભદ્રાનુસારી આપે છે. હરિભદ્ર અને મલધારી હેમચન્દ્રસૂરિ જિનદાસગણિને અનુસરે છે,27 0 મલયગિરિ પારું પાઠ સ્વીકારે છે, પરંતુ તેની સમજતી જુદી રીતે આપે છે. તેઓ કહે છે કે પાછું એટલે જાણે જોતો હોય તેમ. જેમ કે કઈ આચાર્ય પોતાના શિષ્યોને મેરુ આદિ અર્થો ચિત્રમાં દોરીને સમજાવતા હોય ત્યારે જોનારને એમ લાગે કે, આ આચાર્ય મેરુ આદિ અર્થો જાણે સાક્ષાત જોતા હોય તેમ લાગે છે. 7 1 આ સિવાય સિદ્ધસેન દિવાકર, વીરસેનાચાર્ય અને શ્રી ચન્દ્રસૂરિ આદિ આચાર્યો પણ શ્રુતજ્ઞાનીને દર્શન નથી એમ માને છે. 12 આ બધી વિગતો તપાસતાં એમ કહી શકાય કે શ્રુતજ્ઞાનીને અચક્ષુદશન હોય છે એ મત સ્વીકાર્ય બની શકયો નથી, કારણ કે મોટા ભાગના જૈનાચાર્યો શ્રુતજ્ઞાનીને દર્શન નથી એમ માને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org