Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમંત ગાયકવાડ સરકારનો સગીર દીક્ષા પ્રતિબંધક નિબંધ ધર્મ અને આત્માની સ્વતંત્રતા ઉપર અંકુશરૂપ છે. બાળદીક્ષા અટકાવવાનો કાયદે જે યાતિમાં હેત આજ લગીમાં જગતે કેટલાએ મહાધુરંધર ધર્મચાર્યો અને મહાત્માઓ તરફથી થયેલે લાભ ગુમાવ્યો હોત. સંસારિક બાબતમાં સગીર માટે નિર્ણય કરવાની છેલ્લી સત્તા જેવાલીને છે તે જ વાલીને ધાર્મિક બાબતમાં સંપૂર્ણ સત્તાહિન આ કાયદા મુજબ ગણવામાં આવે છે–એ કેટલું વિચિત્ર છે ! પિતાના છોકરાને દુર્ગતિમાં પાડવાની અગર સાંસારિક પ્રવૃત્તિઓ જે પાપમય હોવાથી આત્માનું પતન કરાવનારી છે તે ગમે તે પ્રવૃત્તિમાં વાલી સગીરને નાંખે તેમાં શ્રીમંત ગાયકવાડ સરકારને સગીરનું અહિત નથી જણાતું, જ્યારે ધર્મજીવન ગુજારી એક સગીર સમસ્ત માનવજાતિનું કલ્યાણ કરે, ઉત્તમ પ્રકારનું જીવન જીવે, જીવનના ઉમદા સિદ્ધાંતને અક્ષરસહ અનુસરે અને જગતને વધારે સુખી, વધારે ઉદાર અને વધારે સમૃદ્ધ બનાવવામાં પિતાનો પુરેપુરે ફાળો આપે, જેમાં અંગ્રેજ સરકાર જેવી પરદેશી સરકાર અને બીજા કોઈ પણ રાજ્યને સગીરનું અહિત ન જણાય અને નામદાર ગાયકવાડ સરકાર તેને અનર્થ કહી, તેના ઉપર અંકુશ મૂકવા માટે કાયદો ઘડે એ કેટલું આશ્ચર્યજનક અને ખેદકારક છે!
આ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ એજ વડોદરા રાજ્યની ધારાસભામાં બે વખત રજુ થયેલ અને તે બંને વખત કાયદા રૂપે પસાર થયેલો નહિં. આજે ફરીથી એ ત્રીજી વખત કાયદા રૂપે કરવા રજુ થયો છે, ત્યારે સમસ્ત જૈન કેમે એકત્રિત થઈ તે ઉડાવી દેવાની જરૂર છે.
આ કાયદાના સમર્થનમાં કેટલાક તરફથી એવી દલીલ કરવામાં આવે છે કે બાળક જ્યારે કંઈ પણ સમજતો નથી, ત્યારે તેને સંસાર છોડાવી દે-એ બાળક ઉપર જુલમ કરવા સમાન છે. અને એવી બાળદીક્ષાઓ અપાવીને કેટલાક વાલીઓ બાળકને પ્રાપ્ત થયેલાં અગર થવાનાં સંસારીક સુખના હક્કો ઉડાવી દે છે. પહેલી દલીલના જવાબમાં જણાવવાનું કે—ધારો કે દીક્ષા લેતાં બાળકને ત્યાગમાર્ગ વિષે અજ્ઞાન હોય છે તે તેટલું જ અજ્ઞાન તે બાળકને જે કોઈ પણ સંસારીક પ્રવૃત્તિમાં નાંખવામાં આવે તે સંસારીક પ્રવૃત્તિમાં પણ હોય છે. બાળકને નિશાળે બેસાડવામાં આવે છે ત્યારે જે શાળામાં તેને ભણાવવામાં આવે છે તે શાળામાં ઉપલા ધોરણે કે જ્યાં તેને અમૂક વખત પછી ભણવાનું છે તે ધોરણો વિષે તેને કેટલું જ્ઞાન હોય છે? બાળકનું સગપણ કરવામાં આવે ત્યાં તેજ સગપણને અંગે લગ્ન થયા પછી લગ્નજીવન અને તેની જવાબદારીઓનું બાળકને કેટલું જ્ઞાન હોય છે ?
For Private and Personal Use Only