Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વડોદરા રાજ્ય સં. દી. પ્ર. નિબંધ રદ કરાવવા
નીમાએલી કમીટીનું જૈન સમાજને નિવેદન.
જૈન બંધુઓ,
નામદાર ગાયકવાડ સરકાર એવો કાયદો કરવા માંગે છે કે વડોદરા રાજ્યમાં કઈ પણ સગીર (એટલે અઢાર વર્ષ નીચેનો) ને કોઈ પણ ધર્મમાં દીક્ષા આપી શકાય નહિ, એટલે સંસાર છોડાવી શકાય નહિ. અને જે કઈ સંન્યાસ અગર દીક્ષા આપે, અગર તેમાં મદદ કરે; તેને રાજ્ય એક વર્ષની કેદ અગર એક હજાર રૂપીઆ દંડ, અગર બંને સજાઓ કરશે. આ કાયદે વડોદરા રાજ્યની આજ્ઞાપત્રિકામાં તા. ૩૦ મી જુલાઈના રોજ પ્રગટ કરવામાં આવ્યા છે. અને તેના ઉપર બે મહિના લગી લેકોના અભિપ્રાય માંગવામાં આવ્યા છે, બે મહિના સુધી તે કાયદાનો વિરોધ અગર તરફેણમાં લેકે જે કંઈ કહેશે તે બધું સાંભળીને કાયદાને અમલમાં મૂકવો કે નહિ તે શ્રીમંત ગાયકવાડ સરકાર નકકી કરશે.
શ્રીમંત ગાયકવાડ સરકારના આ કાયદાએ જેનોની ધર્મની લાગણી બહુ દુભાવી છે. કારણ કે દીક્ષા એ ધર્મક્રિયા છે, અને જે માણસો દીક્ષા ગ્રહણ કરી શકે છે, તેઓ મહા પુણ્યશાળી ગણાય છે. અને આવા પુણ્યશાળીને પવિત્ર માર્ગે જવામાં મદદ કરનાર પુણ્ય બાંધે છે.
આપણે બધા જાણીએ છીએ કે જન્મમરણના અનંત ફેરાઓ પછી પ્રાપ્ત થયેલો આ મનુષ્ય ભવ અને શ્રાવક કુળમાં જન્મીને કેવળ પૈસા એકઠા કરવા અગર સંસાર સુખમાં રચ્યાપચ્યા રહી મનુષ્ય ભવ હારી જવા. આપણે ઈચ્છતા નથી. સાચું કહીએ તો સંસારમાં કોઈ જગ્યાએ આપણને સુખ પણ જણાતું નથી. અને તેથીજ પુણ્યશાલી આત્માઓ સંસાર છોડી દઈને પિતાનાં કર્મ ખપાવી દેવા માટે દીક્ષા ગ્રહણ કરે છે. અને તે ગ્રહણ કર્યા પછી આત્મધ્યાન કરીને પોતાનાં બધાં કર્મ ખપાવી મેલે જાય છે. આ મહાત્માઓ આપણા પરમ ઉપકારી છે, કારણ કે તેઓ પોતાના આત્માનું કલ્યાણ કરે છે એટલું જ નહિ, પણ આપણને પાપપ્રવૃત્તિઓ કરતાં અટકાવે છે, અને આપણું કલ્યાણની ચિંતા હંમેશાં કરે છે, આપણા કલ્યાણને સાચો માર્ગ આપણને બતાવે છે અને તે માર્ગે જવાનું બળ મેળવવા મદદ કરે છે. તેઓને જગતમાં કોઈ પણ જાતને સ્વાર્થ નથી, તેથીજ આપણે બધા તેમને પગે લાગીએ છીએ અને તેમની ભક્તિ કરવામાં આપણને આનંદ આવે છે, અને પુણ્ય માનીએ છીએ.
For Private and Personal Use Only