________________
શ્રી જૈનહિતોપદેશ ભાગ ૨ જે, કામાન્ય માણસ કામરાગને વશ થયે થકે દોષાકુર સ્ત્રીમાં ગુણનેજ આરેપ કર્યા કરે છે, અને વિષયરસના ત્યાગી એવા વિવેકી હંસની પણ હાંસી કરી સ્વઉત્કર્ષ બતાવવા માગે છે. વર્ણ અંતે તે કાચ તે કાચ અને મણિ તે મણિજ છે.
ઘૂવડ દિવસે દેખતું નથી અને કાગડે રાત્રે દેખતે નથી પણ કામાન્ય તે રાત્રે કે દિવસે કંઈપણ દેખી શકતું નથી. મોહ મહા મદિરાના જોરથી તેની શુદ્ધબુદ્ધ એવાઈ જવાથી તે મૂછિતપ્રાય થઈ જાય છે.
- કામાન્ય માણસ જિવું અને કામને વશ પડયે જે જે પાપકર્મ કરે છે તેનાં અગણ્ય ફળ તે નરકાદિક ગતિમાં જઈને ભેગવે છે.
કામાન્ય માણસ સુખ, દુઃખ, હિતાહિત, પુણ્ય, પાપ તેમજ સમીપસ્થ વધ, બંધન અને મરણને પણ જાણી શકતિ નથી. તેને દુર્ગતિને ડર હોતે નથી, તેથી તે નિશંકપણે પશુકડા (મથુન-પશુક્રિયા) કરવામાં મશગુલ રહે છે. અને સાંઢની જેમ વછંદપણે હાલવામાંજ સાર સમજે છે.
તિલ માત્ર સુખને માટે કામાન્ય માણસ સારાં વ્રતને તજીદે છે. અને આ લોક અને પરલોકમાં મેરૂ જેવડાં મોટાં દુઃખ માથે વહેરી લે છે.
વિષમ એવા કામ-બાણથી પીડિત થઈ જે ધર્મરૂપ ચિંતામણિને તજી દે છે, તે હતભાગ્ય અનેક જન્મમરણ સંબંધી દુઃખને સાધી દુર્ગતિમાં જાય છે.