________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ હોય તેવી કલ્પના થાય તેવું બની શકે.
અપ્રત્યાખ્યાન કષાયાનો રસોડય દેશવિરતિના પરિણામને અને પ્રત્યાખ્યાની કષાયોનો રસોદય સર્વવિરતિના પરિણામને પેદા થવામાં અટકાયત કરનારો છે. તેથી દેશવિરતિધર સુશ્રાવકને પ્રત્યાખ્યાની અને સંજ્વલન સિવાયના કષાયોનો રસોદય હોઈ શકે નહીં. ચાર કષાયોમાંથી છેલ્લાં ત્રણ અનંતાનુબંધી કષાયો જેવાં બને તે સંજ્વલન કષાયોના રસોદયવાળા માટે ભયરૂપ છે. કોઈ વાર એવું ભારે પતન થઈ જાય કે એ જીવ પુનઃ અનંતાનુબંધી કષાયોના રસોદયવાળો બની જાય. તેથી કષાય માત્રથી સાવધ રહેવું જોઇએ. કષાયો જીવનો કેવો ચિત્રવિચિત્ર કસ કાઢે છે !
મિથ્યાત્વમોહનીયના મુખ્ય બે પ્રકારો છે, જેવાં કે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહનીયની સાત પ્રકૃતિઓ જેવી કે સમ્યકત્વ મોહનીય, મિત્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય અને ચાર કષાયો મળી સાત ભેદ થાય. દર્શનમોહનીયની આ સાત પ્રકૃતિનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ થઈ શકે. મુહપત્તિના પડિલેહણમાં આ ત્રણ બોલો આપણે બોલીએ છીએ. સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય પરિહરું.” દર્શન સપ્તકનો ક્ષય કરવા દ્વારા ક્ષાયિક સમ્યગદર્શન ગુણ પામીને કેટલાક આત્માઓ અટકી પણ જાય, વળી દર્શનસપ્તકમાં ચાર કષાયો જેવાં કે ક્રોદ, માન, માયા અને લોભને પણ સ્થાન મળ્યું છે. કષાયોએ ક્યાં ક્યાં પ્રવેશ નથી કર્યો, ક્યાં ક્યાં ઘૂસ નથી મારી, ક્યાં ક્યાં વર્ચસ્વ નથી જમાવ્યું તે તરફ જરા દૃષ્ટિપાત કરી લઈએ. “પંચેદિયસંવરણોમાં નવવિધ બંભર્ચર ગુત્તિધરો ચઉવિકસાયમુક્કો છે. “૨૫ બોલમાં ચાર કષાયો આવે છે. “ચ્ચિામિ ઠામિ કાઉસગ્ગ'માં જો મે ચહિં કસાયણ છે. “સુગુરુવંદન સૂત્ર' (પહેલાં અને બીજા વાદણામાં) કોહાએ, માણાએ, માયાએ, લોભો આવે છે. જો કે રાઇઓ (દેવસિઓ) અઇયારો'માં કાઇઓ, વાઈઓ..ચહિં કસાયમં. ‘તસ્સ મિચ્છામિ દુક્કડ' પણ સ્થાનાપન્ન છે. “અઢાર પાપસ્થાનકોમાં છદ્દે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ છે. “ઇચ્છામિ પડિક્કમિઉં' જો મે રાઈઓ (દેવસિઓ)'માં ચઉહ કસાયણ છે. “આયરિય ઉવક્ઝાએ'માં જે મે કંઈ કસાયા સવ્વ તિવિહેણ ખામેમિ છે. “શ્રી સીમંધર સ્વામીના દુહામાં જે ચારિત્રે નિર્મળા જે પંચાનન સિંહ વિષય કષાયે ન ગંજીયા તે પ્રણમું નિશદિન (૨) “નમોડસ્તુ વર્તમાનામાં કષાયતાપાર્દિત જંતુ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org