________________
કર્કશ કષાયોનો કંકાશ સમ્યગચારિત્ર અને સમ્યગુદર્શન વધારેમાં હોવા જ જોઇએ.
સંસારના સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા દ્વેષ ઉપર દ્વેષ પ્રગટવો જોઇએ, તે માટે ગ્રંથિભેદ કરવો જોઇએ. અપૂર્વકરણ વિના તે ભેદાય નહીં જે માટે સુખના રાગ ઉપર અને એ રાગે જન્માવેલા ઠેષ ઉપર ખૂબ ખૂબ ઠેષ કેળવવો પડે. જે કાર્ય સંસારની નિર્ગુણતાનું ભાન અને ધર્મશ્રવણેચ્છા આદિથી થતી પરિણામની શુદ્ધિ ક્રિયાન્વિત થતી રહે છે. અપૂર્વકરમ અને અનિવૃત્તિકરણ આત્મપરિણામો જ છે ને ? ઘન અને ઘટ્ટ અથવા ગાઢ રાગદ્વેષનું પરિણામ એ કર્મગ્રંથિનું લક્ષણ છે. સંસાર એટલે વિષય અને કષાયની અનુકૂળતાનો રાગ. એથી વિષય-કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ સંભવે ને ? જીવે વિષય-કષાયની અનુકૂળતાને સુખ માન્યું તેમ વિષય-કષાયની પ્રતિકુળતાને દ્વેષ માન્યું. તેથી વિષય-કષાયની અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ તજવાનો ભાવ અપૂર્વકરણમાં હોય જ. ઉપર જણાવેલી અનુકૂળતા અને પ્રતિકૂળતાએ આત્માની ખરેખરી પાયમાલી કરી છે. ઉપર આપણે અનુકૂળતા પ્રતિકૂળતા દ્વારા જે સુખદુઃખનો વિચાર કર્યો એ જ સુખદુઃખનું કારણ છે અને તે મુજબ વર્તવું તે ઘાતી કર્મોને સુદઢ બનાવવાનું અને જોરદાર બનાવતું પ્રધાન કારણ છે.
સમ્યગદર્શનના પાંચ લક્ષણો છે. સમ્યગદર્શન પ્રગટે એટલે માત્ર અનંતાનુબંધી કષાયોનો ઉદયાભાવ હોય પણ ત્રણ બીજાં કષાયોનો ઉદયનો અભાવ હોય નહીં ને ? નિશ્ચય સમ્યગુદર્શનની અપેક્ષાએ ઉપશાંતાદિ ભાવોના પ્રગટીકરણ માટે અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન કષાયોના ઉદયાભાવની અપેક્ષા રહેતી નથી. સમ્યગદર્શનનું એક લક્ષણ શમ અથવા પ્રશમ છે. કષાયોની પરિણતિથી જીવને કેવાં કેવાં કડવાં ફળોની પ્રાપ્તિ થાય છે એ સંબંધી વિચારણાદિથી પ્રશમભાવ પેદા થઈ શકે છે, વૃદ્ધિ પણ પામી શકે છે. સમ્યકત્વનું ચોથું લિંગ અનુકંપા છે. તે દ્રવ્ય અને ભાવ અને અનુકંપાશીલતા કષાયભાવની શામક છે. સમ્યકત્વને પામેલા જીવને અનંતાનુબંધી કષાયાનો રસોદય હોતો નથી, પરંતુ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાની અને સંજ્વલન એ ત્રણે કષાયોનો રસોદય સમ્યગુચ્છને હોવો સંભવિત છે. આ ત્રણે પ્રકારોના કષાયો કોઈને અનંતાનુબંધી જેવા જોરદાર હોય કે પછી સંજવલન જેવા મંદ હોય. જો સંજ્વલન કષાય અનંતાનુબંધી જેવો જોરદાર હોય તો કષાયવાળામાં સમ્યકત્વનાં અને વિરતિનાં પરિણામો છે કે નહીં તેવો ભ્રમ અન્યોમાં પેદા કરી શકે. હોય સંજ્વલન પણ ઉદય અનંતાનુબંધીનો
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org