________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ અપ્રત્યાખાનીય એક વરસ રહે. તિર્યંચ ગતિમાં લઈ જાય. દેશવિરતિ ગુણને રોકે. વ્રતાદિમાં અંતરાય થાય.
પ્રત્યાખ્યાનીય ચાર માસ રહે. મનુષ્ય જન્મ મળે. સર્વવિરતિ ગુણને રોકે, બાધક છે.
સંજવલન પંદર દિવસ રહે. દેવલોકમાં લઈ જાય. યથાખ્યાત ચારિત્રને રોકે
કષાયો જેમ જેમ મંદ થાય તેમ તેમ ઊંચી ગતિનું અનુસંધાન જાણવું. કષાયો મંદ થવાથી જીવના અધ્યવસાયો શુભપણ કાર્યરત થવાથી સારી ગતિ મળે છે. તેથી જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે “કષાય મુક્તિઃ કિલ મુક્તિરેવ.” કષાયોમાંછી મુક્ત થવું એ સાચી મુક્તિ છે. આ ક્યારે બને ? કષાયો જ્યારે પાતળા પડે ધીરે ધીરે નષ્ટ થાય ત્યારે તેઓ વિલીન થઈ શકે. પણ તે ક્યારે બને ? ઇન્દ્રિયોના સંયમ અને વિષય-કષાયની મંદતાથી પ્રશંતવાહિતા પ્રાપ્ત થાય છે.
અચરમાવર્તકાળ સુધી જીવ પુગલાનંદી કે ભવાભિનંદી હોય છે. તેની આંખ સાંસારિક કે દેવી સુખ પર જ ચોંટેલી હોય છે. જ્યારે તેવો જીવ પુણ્યના પ્રતાપે ચારમાવર્તકાળમાં આવે ત્યારે દિલમાં રહેલો સંસાર નહીંવત થતો જાય; કેમકે આપણે સંસારમાં અનંતોકાળ ભટક્યા તે સંસારનાં સુખો જીવતાં હતાં માટે. બાહ્ય દૃષ્ટિએ ચાર ગતિ રૂપ સંસાર અને આંતર દૃષ્ટિએ વિષય-કષાય રૂપ સંસારનું અસ્તિત્વ હતું. વિષય-કષાય રૂપ સંસાર જો જીવતો ન હોત તો આટલું ભટકવું ન પડ્યું હોત.સંસાર તો પછી ક્યાં સુધી દિલમાં ચોંટી રહે ?
જ્યાં સુધી બોધિ-સમ્યકત્વ કે સમ્યગ્દર્શન ન પમાય ત્યાં સુધી ને ? સુખો ઉપરના રાગનું જોર જીવની આંખ ઉઠવા દે નહીં, અને ત્યાં સુધી સાચી દિશા તરફ નજર કરવાનું સૂઝે નહીં, મન પણ ન થાય. અચરમાવર્તકાળ સુધી જીવ માત્રની દશા એવી જ હોય; સુખો ઉપરથી આંખ ઊઠે જ નહીં. ચરમાવર્તકાળમાં પણ જ્યારે સંસારકાળ અર્ધપુગલપરાવર્તથી ન્યૂન થતો હોય ત્યારે સાચી દિશા સૂઝે, તે તરફ ગતિ કરે, કષાયો મંદ મંદતર, મંદતમ બનતાં જ જાય અને સંબોધિ પ્રાપ્ત કરી આત્મકલ્યાણ કરી શકે. વધુ સ્પષ્ટ કરી કહેવું હોય તો ચરમાવર્તકાળમાં જીવને સમ્યગ્દર્શન ગુણનો વિચાર પેદા થાય તે માટેની જરૂરી સામગ્રી મળે ત્યારે આ શક્ય બને. જરૂરી સામગ્રી આ પ્રમાણે છેઃ મનુષ્યપણું, આર્યદેશ, હુતિ અને શ્રદ્ધા જે અત્યંત દુષ્માપ્યા છે. વળી તદુપરાંત સમ્યગુજ્ઞાન,
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org